પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી છે. વડાપ્રધાન મોદીએ કોલ માફીયાને લઇને લગાવેલા આરોપો સાબિત કરવાની ચેલેન્જ આપી છે અને કહ્યું કે, વડાપ્રધાને લગાવેલા આરોપો ખોટા સાબિત થયાં તો તેમણે કાન પકડીને જનતાની સામે 100 ઉઠક-બેઠક કરવી પડશે.
મમતા બેનર્જીએ કહ્યું કે, હું તમને પડકાર આપું છુ, જો તમે તે સાબિત કરી દો કે અમારામાંથી કોઇ કોલ મીફિયા સાથે જોડાયેલું છે તો હું મારા તમામ 42 ઉમેદવારોને પરત લઇ લઇશ. પરંતુ જો તમે ખોટું બોલી રહ્યાં છો તો તમારે પોતાના કાન પકડીને જનતાની સામે 100 ઉઠક-બેઠક કરવી પડશે.
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મમતા બેનર્જીના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકાર પર રાજ્યમાં કોલ ખનનમાં કોલ માફિયાનો વધારો કરી રહી છે અને કોલ ખનન ક્ષેત્રના મજુરોની તેના વેતનથી વંચિત રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.