મોરારિબાપુના નામે ગઠીયો ચાઉં કરી ગયો લાખો રૂપિયા, આ રીતે વેપારીને ઉતાર્યો ગોળીમાં…

અમરેલી(Amreli): જિલ્લામાં મોરારીબાપુ(Morari Bapu)ની કથામાં આવ્યો હોવાનું કહીને એક ઠગબાજે લાખો રૂપિયાની છેતરપિંડી(Fraud) કરી હોવાની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડ(Amreli Marketing Yard)માં આવેલ એક મોબાઇલ શોપમાં આવેલા શખ્સ દ્વારા પોતે એન્ટ્રી કરપ્શન બ્યુરોમાં નોકરી કરતો હોવાની ખોટી હકીકત જણાવી હતી અને મોબાઇલ શોપના વેપારીને વિશ્વાસમાં લઈ રૂપિયા બે લાખ 16 હજારના મોબાઇલની ખરીદી કરી હતી અને ઓનલાઇન પેમેન્ટ ચૂકવવાનું કહી રફુચક્કર થઈ ગયાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં દાખલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, અમરેલીમાં જૂના માર્કેટ યાર્ડમાં મોબાઇલની દુકાન ચલાવતા કૃષલ લક્ષ્મણભાઈ કોલડીયા નામના વેપારીએ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, પોતાની દુકાનમાં એક શખ્સ આવેલ હતો જેણે પોતાનું નામ નિખિલ અંટાળા (રહે. ગરમલી જીલ્લો અમરેલી) અને એન્ટી કરપ્શન બ્યુરોમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોતે મોરારીબાપુની કથામાં બંદોબસ્ત માટે આવેલ હોવાનો પરિચય આપી વેપારીને વિશ્વાસમાં ઉતારીને બે મોબાઈલ તેમજ ઈયરબર્ડ સહિત કુલ રૂપિયા બે લાખ 16 હજારની ખરીદી કરી હતી.

ત્યારબાદ આ રકમ મોબાઈલ દ્વારા ઓનલાઈન ચૂકવવા પ્રયાસ કરેલ હતો. પરંતુ મોબાઇલમાં બેંકનું સર્વર ડાઉન હોવાનું જણાવી પોતાના ખાતામાંથી રૂપિયા એક લાખ 99 હજાર 999 ઓનલાઇન ટ્રાન્જેક્શન કરેલ હોવાનો મેસેજ વેપારી મોબાઈલમાં મોકલાયો હતો. જેના કારણે દુકાન ચલાવતા વેપારીએ મોબાઈલ અને ઇયર બર્ડ આપી દીધેલ હતા.

ત્યારબાદ પણ બીજા દિવસ દરમિયાન પણ વેપારીના ખાતામાં રકમ જમા ન થવાને કારણે વેપારીએ મોબાઈલ ખરીદનારને મોબાઇલ કરતા તેમણે આંગડિયા દ્વારા પેમેન્ટ મોકલી દેવાનું જણાવવામાં આવ્યું હતું. આંગડિયાના માધ્યમથી પણ પેમેન્ટ ન આવતા વેપારી દ્વારા કોલ કરવામાં આવ્યો હતો. પરંતુ સામેવાળી વ્યક્તિનો મોબાઇલ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. વેપારી દ્વારા જાત તપાસ કરવામાં આવતા નવા ચરખા ગામે પહોંચ્યા હતા, જ્યા તેને એ શખ્સનું નામ તુષાર બોરડ હોવાનું બહાર આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેપારી પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું માલુમ પડતા એન્ટી કરપ્શન બ્યુરોમાં નોકરી કરતો હોવાની ખોટી હકીકત જણાવનાર તુષાર ભુપત બોરડ સામે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ દાખલ કરતા મહિલા પીઆઈ આઈ એન ગ્વાલિયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહત્વનું છે કે, મોબાઈલ ખરીદનાર જે કાર લઈને આવેલ હતો, તે કારના નંબર અંગે વેપારી દ્વારા તપાસ કરવામાં આવતા આ કાર અમરેલીની હોવાનું અને આ શખ્સનું નામ તુષાર ભુપતભાઈ બોરડ (રહે. નવા ચરખા તાલુકો ધારી) હોવાનું માલુમ પડ્યું હતું, તે આ કાર ભાડે કરીને આવ્યો હતો. જેથી વેપારી પોતાના રૂપિયા લેવા નવા ચરખા ગામે ગયેલ હતો, જ્યાંથી આ શખ્સ મોટો ફ્રોડ બાજ હોવાનું અને સુરત રહેતો હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *