સોશિયલ મીડિયા(Social media) પર અવાર નવાર કોઈને કોઈ વિડીયો વાયરલ થતા જ રહે છે. આવી સ્થિતિમાં ભાવનગર (Bhavnagar)માંથી વધુ એક દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. જેમાં કાળિયાબિડ વિસ્તારમાં એક શખસ પેથોલોજી લેબોરેટરી (Laboratory)માં તલવાર સાથે ઘૂસી આવ્યો હતો અને 10 લાખની કિંમતનાં સાધનોની તોડફોડ કરી હતી. તેમજ એક યુવાનને ઈજા પહોંચાડી લેબોરેટરી ખોલી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
ભાવનગર: કાળિયાબિડ વિસ્તારમાં ધોળા દિવસે શખસની દાદાગીરીનો વિડીયો આવ્યો સામે,સમગ્ર ઘટના CCTVમાં કેદ#bhavnagar #ભાવનગર #કાળિયાબિડ #CCTV #વિડીયો #viral #trishulnews pic.twitter.com/P4rk0SINna
— Trishul News (@TrishulNews) December 31, 2022
તલવાર સાથે ઘૂસી લેબનાં સાધનોની તોડફોડ કરી:
મળતી માહિતી અનુસાર, ગોપાલ રાણા વાળા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મંગેળા ગામના વતની છે. તેઓ હાલ કાળિયાબિડમાં રહી પેથોલોજી લેબોરેટરી ધરાવે છે. આ દરમિયાન તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, કાળિયાબિડમાં જ રહેતા આરબી ઉર્ફે રાજભા ગોહિલ તથા બે અજાણ્યા શખસો આમ કુલ ત્રણ શખ્શોએ મળી 28 ડિસેમ્બરના રોજ લેબોરેટરીમાં તલવાર સાથે ઘૂસી લેબનાં સાધનોની તોડફોડ કરી હતી.
નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી:
આ સિવાય આરોપી લેબમાં કામ કરતા પરેશ નાગજી કળસરિયાને ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. આ સાથે જ ધમકી પણ આપી હતી કે, જો લેબોરેટરી ખોલી તો જાનથી મારી નાખીશું. ત્યારે આ ઘટના દરમિયાન સંચાલક ગોપાલ તેના ભાઈ સાથે લેબ બહાર ઊભો હતો. આ શખસે લેબનાં સાધનોની તોડફોડ કરી રૂપિયા 10 લાખની નુકસાની કરી હતી. આ અંગે ગોપાલે રાજભા સહિત ત્રણ શખસ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.