એકસાથે બે મિત્રોના અકાળે મોત થતાં બન્ને પરિવારોના કુળદીપક બુઝાયા- સમગ્ર પંથક શોકમાં થયો ગરકાવ

આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક આવી જ ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરનાં કુવાડવા રોડ નજીકના ડી…

આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક આવી જ ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરનાં કુવાડવા રોડ નજીકના ડી માર્ટની પાછળ લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતાં તેમજ અભ્યાસ કરતાં 16 વર્ષીય સગીર વયનો દિશાંત તથા સંત કબીર રોડ પરનાં ગોકુલનગર-1માં રહેતાં તેમજ યાર્ડમાં મજૂરી કરતાં તેના 20 વર્ષના મિત્ર શ્યામ વિનુભાઇ મેવાડા બેભાન થયા પછી બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં મોત નીપજ્યા હતાં.

બંને મિત્રોના મોત ઝેરી દવા પીવાથી થયાનો પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવતાં બંનેએ સજોડે ઝેર પીધાનું તારણ નીકળ્યું છે. જો કે, આવુ પગલુ શા માટે ભર્યું? તે અંગે કારણ સામે ન આવતાં ભેદભરમ સર્જાયા છે. કારણ શોધવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

સગીર ઘરે આવીને પલંગ પર સૂઇ ગયો હતો:
મળી રહેલ જાણકારી પ્રમાણે લોકમાન્ય તિલક ટાઉનશીપ RMC ક્વાર્ટરમાં રહેતો સગીર ગત સાંજે 8 વાગ્યાના સુમારે બહારથી ઘરે આવીને પલંગ પર સુઇ ગયો હતો. તેના મોંમાંથી સફેદ ફીણ નીકળતાં જોઇને પિતા વિનુભાઇ ગોવિંદભાઇ ઝાલા, માતા નિરૂબેન તથા અન્ય સગાસંબંધીઓ હતપ્રભ થઇ ગયા હતાં.

આની સાથે તરત જ રિક્ષા મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. માર્ગમાં જ પિતા અરજણભાઇએ શું થયું? શું પીધું? એવા અનેક પ્રશ્નો ઉઠ્યા હતાં પણ દીકરો કઈ બોલી શક્યો ન હતો. સિવિલ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરી દેવાતા પરિવારમાં કલ્પાંત જોવા મળ્યો હતો.

મોરબી રોડ પર રેતીના ઢગલા પર મિત્ર બેભાન મળ્યો:
બીજી બાજુ મોરબી રોડ પર જૂના જકાતનાકા નજીક રેતીના ઢગલા પર એક યુવાન પડ્યો હોવાથી તેની બાજુમાં બાઇક હોવાથી કોઇએ 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. આ યુવાનને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

તેને પણ તબીબ દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. મૃતક પાસેના મોબાઇલમાંથી તબીબે અલગ અલગ નંબર પર સંપર્ક કરતાં મૃતકના ભાઇ રોહિત મેવાડાએ ફોન રિસીવ કર્યો હતો તેમજ આ રીતે મૃતકનું નામ શ્યામ વિનુભાઇ મેવાડા હોવાનું જાણવા મળ્યું હતું.

સગીર 2 બહેનનો એકનો એક નાનો ભાઇ હતો:
ઘટનાની અલગ-અલગ એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધાવતાં B-ડિવીઝનના હેડકોન્સ. કે. કે. નિકોલા તથા ભાવેશ રબારીએ હોસ્પિટલમાં પહોંચીને એ.ડી. નોંધીને આગળની જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહોનાં પોસ્ટમોર્ટમ થતાં બંનેના મોત ઝેરી દવા પીવાથી થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો.

મૃત્યુ પામનાર સગીર બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તેને ભણવા મોડો બેસાડ્યો હોવાથી હાલમાં આજી વસાહતમાં આવેલ શાળા નં.76માં ધોરણ-6 માં અભ્યાસ કરી રહ્યો હતો. તેના પિતા અરજણભાઇ ધીરૂભાઇ ઝાલા પ્રાઇવેટ સફાઇ કામ કરે છે. માતાનું નામ નીરૂબેન છે.

પિતા અરજણભાઇ જણાવે છે કે, શ્યામને ઘરમાં કોઇએ કંઇ જણાવ્યું ન હતું. તેને શ્યામની સાથે થોડા સમયથી મિત્રતા હતી. શ્યામના મોટા પપ્પા લોકમાન્ય તિલક ક્વાર્ટરમાં રહેતાં હોવાથી શ્યામ અહીં આવતો હોવાથી દિશાંત-શ્યામની વચ્ચે મિત્રતા થઇ હતી. દિશાંતે આવું પગલુ શા માટે ભર્યુ તેની કોઈને જાણ નથી. શ્યામના મૃતદેહને અંતિમવિધી માટે વતન વાંકાનેરમાં આવેલ મહિકા ગામમાં લઇ જવામાં આવ્યો હતો.

શ્યામ ત્રણ ભાઇ અને બે બહેનમાં સૌથી નાનો:
જ્યારે શ્યામ મેવાડા 3 ભાઇ તેમજ 2′ બહેનમાં નાનો હતો. તે યાર્ડમાં મજૂરી કરતો હતો. તેના માતાનું નામ પ્રફુલાબેન છે. તેના પિતા વિનુભાઇ ગોવિંદભાઇ મેવાડા ડાકલા વગાડી ગુજરાન ચલાવી રહ્યા છે. રોહિત જણાવે છે કે, શ્યામ યાર્ડમાં મજૂરીએ જતો રહ્યો હતો.

છેલ્લા એકાદ સપ્તાહથી વર્તનમાં બદલાવ આવ્યો હતો. તે ઘરમાં કોઇની સાથે બહુ બોલતો નહિ. સુવા તેમજ જમવા માટે જ આવતો હતો. અઠવાડિયાથી મજૂરીએ પણ જતો ન હતો. ગઇકાલ સાંજે તે ઘરેથી નીકળ્યા પછી મને તે મોરબી રોડ જૂના જકાતનાકા નજીક રેતીના ઢગલા પર બેભાન પડ્યો હોવાનો ફોન આવ્યો હતો. તેને ઘરમાં કોઇનો ઠપકો પણ ન હતો કે તેને કોઇ છોકરીની સાથે પણ મિત્રતા ન હતી. આ પગલુ શા માટે ભર્યુ તેની અમને જાણ નથી!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *