મિત્રતાણી વાત હોય કે લગ્નની દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનો પાર્ટનર તેની સાથે હંમેશા વફાદાર રહે. અને તેને કોઈ દિવસ દગો આપવાનું ન વિચારે. તેમ છતાં લગ્ન પછી ઘણાને અફેરની ઘટનાઓ સામે આવતી હોય છે. આવા જ એક કિસ્સામાં પોતાની પત્નીનું અન્ય પુરુષો સાથે લફરું ચાલી રહ્યું છે તેવી આશંકાએ એક વ્યક્તિએ પત્ની સાથે બદલો લીધો તેવી ઘટના સામે આવી છે. એક પતિએ ઘરેથી બહાર જતા પહેલા પત્નીના પ્રાઈવેટ પાર્ટને ગુંદરથી ચોંટાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના કેન્યાની છે, જ્યાં ડેનિસ મુમો નામના વ્યક્તિને કેન્યામાં પોતાની પત્નીનું એકસાથે ચાર પુરુષો સાથે અફેર ચાલી રહ્યું છે તેવી આશંકા હતી. ડેનિસ મુમો નામના આ આરોપી પતિએ અધિકારીઓને જણાવ્યું કે, એક દિવસે તેણે જોયું કે તેની પત્ની સોશિયલ મીડિયામાં કેટલાક પુરુષોને પોતાના ન્યૂડ ફોટો મોકલી રહી હતી. જ્યારે પણ મુમો બિઝનેસ ટ્રિપ માટે ઘરથી બહાર અન્ય શહેરમાં જતો, તેની પત્ની અન્ય પુરુષો સાથે પોતાની મીટિંગ રાખતી.
હવે મુમો પર તેની પત્નીએ આરોપ લગાવ્યો છે કે રવાન્ડામાં પોતાની છેલ્લી બિઝનેસ ટ્રિપ પર જતા પહેલા તેણે પત્નીના પ્રાઈવેટ પાર્ટને ગુંદરથી ચોંટાડવાનો પ્રયાસ કર્યો. આ બાદ મહિલાને મેડિકલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટનાથી સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું કે, તેણે આવું પોતાના લગ્ન ટકાવી રાખવા માટે કર્યું હતું..
એક રિપોર્ટ અનુસાર મુમોએ દાવો કર્યો છે કે તેની પત્નીનું ચાર જેટલા પુરુષો સાથે અફેર છે, અને તેના પૂરાવા પણ તેની સાથે છે. તેણે કહ્યું કે, પત્નીએ અન્ય વ્યક્તિને મોકલેલા ન્યૂડ ફોટો પણ તેણે જોયા છે. હાલમાં આ પતિ પર ઘરેલુ હિંસાનો તથા પત્નીના પ્રાઈવેટ પાર્ટને નુકસાન પહોંચાડી માતા બનવાની ક્ષમતાને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.