એક સેકંડનું મોડું થયું હોત તો ના બચી શક્યા હોત! જુઓ કેવી રીતે પુરપાટ ઝડપે કાર આવી અને…

આપણે રસ્તામાં જઈ રહ્યા હોઈએ કે કાર ચલાવતા હોઈએ, આ સમય દરમિયાન આપણી સાથે શું થશે તેનો કોઈને ખ્યાલ પણ નથી હોતો. સોશિયલ મીડિયા(Social media) પર દરરોજ રોડ અકસ્માત(Accident)ના અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જેમને જોઈને આપણા રુવાડા બેઠા થઇ જાય છે. ત્યારે આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારી આંખો ફાટેલીને ફાટી જ રહી જશે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ નાના બાળક સાથે બાઇક પાસે ઉભો હતો અને પાછળથી અચાનક સ્પીડમાં એક કાર આવી અને પછી જે થયું તેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી શકો.

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક નાના બાળક સાથે બાઇક પર બેસાડીને વ્યક્તિ તેની પાસે ઉભો છે. અચાનક તેણે પાછળ જોયું તો એક કાર પુરપાટ ઝડપે તેની નજીક આવી રહી હતી, આંખના પલકારામાં જ તેણે તેના બાળકને ગાડી પરથી ઊંચકી લીધું હતું અને પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈકને હવામાં ફંગોળી દીધી હતી. આ બધું જોઇને પેલો વ્યક્તિ હચમચી જાય છે.

આ વિડીયો એટલો ખતરનાક છે કે તેને જોઈને કોઈના રુવાડા બેઠા થઇ જશે. વિડીયો જોઈને કોઈના પણ શ્વાસ એક ક્ષણ માટે થંભી જશે. આ વિડીયો ટ્વિટર પર @ShockingClip નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વિડીયોને અત્યાર સુધીમાં 41 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ પ્રકારના અનેક વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં માધ્યમથી ખુબ જ વાયરલ થતા રહેતા હોય છે. અમુક વિડીયો તો એટલા ખતરનાક હોય છે કે, જેને જોઇને લોકો ડરી જાય છે. અવારનવાર અકસ્માતનાં અનેક વિડીયો સામે આવતા રહેતા હોય છે અને લોકો પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *