Mandeep Roy: 72 વર્ષની વયે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Kannada Film Industry) ના જાણીતા અભિનેતા મનદીપ રોય (Mandeep Roy) નું નિધન થયું છે. Mandeep Royનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હતું. મળેલી માહિતી અનુસાર ડિસેમ્બર 2022માં અગાઉ પણ તેમને હાર્ટ એટેક (Heart attack) આવ્યો હતો. તેથી તેમની સારવાર પણ ચાલી રહી હતી.
Mandeep Royએ પોતાના કરિયરમાં 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા Mandeep Royની પુત્રી અક્ષતા સાથે વાત કરતા કરતા તેને કહ્યું કે, હેબ્બલ સ્મશાનભૂમિમાં Mandeep Royના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. Mandeep Royને અગવ પણ એક વાર હાર્ટ એટેક આવ્યો હતો અને બેંગ્લોરના શેષાદ્રિપુરમની એપોલો હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
Mandeep Royની ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી હતી. અને હૃદયના ઓપરેશન વિશે ડૉક્ટર સાથે ચર્ચા પણ કરી હતી. Mandeep Royએ અંતિમ શ્વાસ હોસ્પિટલમાં જ લીધા હતા. તમામ ચાહકો અને ફિલ્મ જગતની હસ્તીઓ Mandeep Royને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Mandeep Roy મૂળ બંગાળના હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત થિયેટર આર્ટિસ્ટ તરીકે કરી હતી. ત્યાર બાદ Mandeep Roy બેંગ્લોર આવ્યા હતા અને ત્યાર બાદ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વળ્યા હતા. 1981માં તેમણે ‘મીંચીના ઉતા’ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મોમાં મોટાભાગે Mandeep Roy કોમિક રોલ જ કરતા હતા. દર્શકોને તેમની કોમેડી ખૂબ પસંદ આવી હતી.
Mandeep Roy તેમની કારકિર્દીમાં , દિવંગત અભિનેતાએ 500 થી પણ વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને આ એક મોટી ઉપલબ્ધિ છે. Mandeep Royએ દેવરા અટ્ટા, આપ્થા રક્ષક, કુરિગાલુ સર કુરિગાલુ, પુષ્પક વિમાન, અમૃતધારે, નગરહાવુ અને માલગુડી ડેઝ જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી હતી. 2021માં ફિલ્મ ‘ઓટો રમન્ના’ તેમના કરિયરની છેલ્લી ફિલ્મ હતી. Mandeep Royને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મો અને પાત્રો દ્વારા હંમેશા યાદ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.