અવારનવાર આપણે સૌ ચોરીના કિસ્સા વિશે સાંભળતા હશું. જેમાં ક્યારેક ચોર ભગવાનનો પણ ડર રાખ્યા વગર મંદિરમાંથી ચોરી કરતો હોય છે.સુરતમાં ચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જયારે હવે થોડા જ દીવસો પહેલા તસ્કરો દ્વારા ખરવાસા ગામ વિસ્તારમાં એક મંદિરને નિશાન બનાવ્યું હતું. ખરવાસા રોડ પર આવેલા મંદિરમાં આ તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરો ખરવાસા ગામ વિસ્તારમાં એક મંદિરમાં આવીને તેમાંથી આખેઆખી દાનપેટી ઉઠાવીને ફરાર થઇ ગયા હતા.
ત્યારે હવે સુરતમાં એવી વસ્તુઓ ચોરાઈ રહી છે કે લોકો પણ વિચારમાં મુકાઈ જાય. સુરત શહેરમાં છેલ્લાં કેટલાક દિવસોથી કેરીની ચોરી થઈ રહી છે. જેનાથી કેરીના વેપારીઓ ચિંતામાં મૂકાયા છે કે, આખરે હવે ચોરોથી કેરીને કેવી રીતે બચાવવી એ એક પ્રશ્ન ઉભો થયો છે.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ વસંતભીખાની વાડી પાસે છેલ્લા 10 દિવસના કેરીની ચોરી કરવાનું પ્રમાણ વધી ગયું છે. વરાછા વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યાએ કેરીના સ્ટોલ પર આ ચોરીની ઘટના બની છે. જેમાં પ્રથમ 36 કેસર કેરીની ચોરી કરવામાં આવી હતી. જયારે ત્યારબાદ બીજી વાર 18 કેરીના કેરેટની ચોરી થઇ હતી. જયારે ફરી એક વાર ચોર દ્વારા ચોરી કરવાની કોશીશ કરવામાં આવી હતી. તે વખતે કેરીના સ્ટોલ માલિકને આ વિશે જાન થતા જ ચોરો નાચી છુટ્યા હતા.
મહત્વનું છે કે, ચોરો અન્ય ચોરીઓ તો કરતા હોય છે પરંતુ હવે કેરીની ચોરી પણ કરી રહ્યા છે. જોવા જઈએ તો તાજેતરમાં વલસાડની કેસર કેરીઓની વાડીમાંથી પણ કેરીની ચોરી થઇ રહી છે. જેમના લીધે વાડીના માલિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જેને લીધે ખેડૂતોને વાડીમાં સીસીટીવી લગાવવાની ફરજ પડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.