ભારત વિવિધતાઓ અને વિવિધ ધર્મથી ઘેરાયેલો દેશ છે. અહિયાં કેટલાય પ્રકારની પરંપરાઓ અને રીત-રિવાજ જોવા મળે છે. જ્યારે કોઇ છોકરીના લગ્ન થાય છે ત્યારે તેની સાથે બીજા કેટલાય સબંધ તેના જીવન સાથે આપમેળે જોડાય જાય છે જેમાં તેના માટે સૌથી ખાસ રિલેશન તેના લાઇફ પાર્ટનર એટલે કે તેના પતિ સાથે હોય છે.
એક પરણિત યુવતી માટે કેટલીક ચીજવસ્તુ એવી હોય છે જે ક્યારેય પણ કોઇ બીજા સાથે શેર ન કરવી જોઇએ. જો આ ચીજવસ્તુઓ કોઇ પરણિત સ્ત્રી દ્વારા કોઇ બીજાને શેર કરવામાં આવી રહી છે તો તેનાથી દંપત્તિના જીવનમાં ખરાબ અસર પડે છે. જાણો, એવી કઇ વસ્તુઓ છે જે બીજી કોઇ વ્યક્તિ સાથે શેર ન કરવી જોઇએ.
એક પરણિત યુવતીએ પોતાના સિંદૂરની ડબ્બીને કોઇ બીજી મહિલા સાથે શેર ન કરવી જોઇએ. આ સાથે જ એ પણ કહેવામાં આવે છે કે જ્યારે પણ સિંદૂર લગાવવામાં આવે ત્યારે એકલા હોવ ત્યારે લગાવો અથવા માથે દુપટ્ટો રાખીને જ લગાવો. આમ ન કરવાથી પતિ-પત્નીના રિલેશનને કોઇની નજર લાગી શકે છે.
મોટાભાગની છોકરીઓ પોતાની કાજલને બીજી મહિલા સાથે શેર કરતી હોય છે. આમ કરતી મહિલાઓનો પોતાના પતિ માટેનો પ્રેમભાવ ઓછો થઇ જાય છે. એટલા માટે કાજલ પણ શેર ન કરવાની સલાહ આપવામાં આવે છે.
કેટલીક યુવતીઓ પોતાની મહેંદી પણ બીજી યુવતી સાથે શેર કરે છે. માનવામાં આવે છે કે પોતાની મહેંદી કોઇ બીજી મહિલાને લગાવવાથી પતિનો પ્રેમ વહેંચાઇ જાય છે અને તેમનું તમારા તરફી આકર્ષણ પણ ઓછું થઇ જાય છે.
બિંદી પણ એક પરણિત સ્ત્રીના શ્રૃંગારમાં ચાર ચાંદ લગાવી દે છે. પોતાના માથાની બિંદી ઉતારીને કોઇ બીજી મહિલાને લગાવવાને અશુભ માનવામાં આવે છે. એટલા માટે પોતાની બિંદી પણ કોઇ બીજી યુવતી સાથે શેર ન કરવી જોઇએ.
બંગડીઓ અને પાયલ પણ પરણિત યુવતીના શ્રૃંગાર માટે ખૂબ જ જરૂરી હોય છે. તેના માટે પણ કહેવામાં આવે છે કે તે કોઇ બીજી યુવતી સાથે શેર ન કરવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.