દિલ્હીમાં રહેતી એક હાઈપ્રોફાઈલ ફેમિલીની પરિણીત મહિલાએ પોતાની જ સુસાઈડની જૂઠી કહાની રચી. પણ પાપ છાપડે ચઢીને પોકારે તેમ મંગળવારે મહિલાના જૂઠનો પર્દાફાશ થયો હતો. દિલ્હીની મહિલાએ પોતાની કાર ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના હડિંન બૈરાઝની પાસે ઉભી રાખી તેમાં સુસાઈડ નોટ મુકીને ફરાર થઈ ગઈ હતી. પણ બાદમાં તે બેંગ્લુરુથી મળી હતી.
સુસાઈડની ખોટી કહાની રચનાર કોમલે ગાઝિયાબાદની નહેરના પુલ પર પોતાની ગાડીને ઉભી રાખી હતી. બાદમાં ખબર ફેલાવી કે, તે નહેરમાં કૂદી ગઈ છે. 3 દિવસ સુધી નહેરમાં તેની શોધખોળ કરવામાં આવી, પણ તેની લાશ ન મળી. કોમલે સુસાઈડ નોટ પણ મુકી હતી. જેમાં લખ્યું હતું કે, તે સુસાઈડ કરી રહી છે. કોમલે આ બધું એટલા માટે કર્યું કેમ કે, તે તેના પતિથી પરેશાન હતી. આ માટે તેણે સુસાઈડનું પ્લાનિંગ કરી પતિને કાયદાની જાળમાં ફસાવવા માગતી હતી.
શનિવારની સવારે પોલીસને હિંડન બૈરાઝની પાસે લાવારિસ હાલતમાં એક સ્કોર્પિયો ગાડી પડી હોવાની સૂચના મળી હતી. પોલીસે ઘટનાસ્થળે જોઈને જોયું તો ગાડીની અંદરથી સુસાઈડ નોટ મળી હતી.
સુસાઈડ નોટમાં કોમલ તાલાન નામ લખ્યું હતું, જેનો પિતા અનિલ તાલાન ભારતીય ખેડૂત યુનિયનનો રાષ્ટ્રીય સચિવ છે. પરિવાર ગ્રેટર નોઈડામાં રહે છે. અનિલ તાલાનનો આરોપ હતો કે, ગત વર્ષે તેણે પોતાની પુત્રી કોમલના લગ્ન દિલ્હીના પાંડવ નગરમાં રહેતાં અભિષેક સાથે કર્યા હતા. લગ્નમાં લગભગ દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમ છતાં યુવતીને સાસરીમાં પરેશાન કરવામાં આવતી હતી. અભિષેકના પિતા દિલ્હી પોલીસમાં છે.
કોમલ શુક્રવાર સાંજથી જ લાપતા હતી. આ અંગે સાસરીયાઓ પોલીસમાં ફરિયાદ કરી હતી. શનિવારે સવારે તેની ગાડી નહેર પાસેથી મળી હતી, જેમાં સુસાઈડ નોટ પણ હતી. પોલીસે કહ્યું કે, સુસાઈડ નોટમાં યુવતીએ પરેશાન કરવાનો ઉલ્લેખ કર્યો છે. કોમલ અને તેનો પતિ અભિષેક બંને એમબીએ છે. કોમલ બારાખંભા પર એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કરે છે. જ્યારે અભિષેક એક બિઝનેસમેન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.