Firing In America: અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકી રહી નથી. તાજેતરનો મામલો અમેરિકાના લેવિસ્ટનનો છે. યુએસ મીડિયા અનુસાર, લેવિસ્ટન, મેઈનમાં બિઝનેસ પર સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા છે. ડઝનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં(Firing In America) ઓછામાં ઓછા 16 લોકોના મોતના અહેવાલ છે. આ આંકડો વધુ વધી શકે છે કારણ કે મોટી સંખ્યામાં લોકો એટલે કે ડઝનેક લોકો ગોળીઓથી ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે.
પોલીસના જણાવ્યા અનુસાર, એક શૂટરે બુધવારે રાત્રે આ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પોસ્ટ કર્યા અને કહ્યું કે તે ફરાર છે. પોલીસે હુમલાખોરનો ફોટો જાહેર કરીને લોકોની મદદ માંગી છે. ફોટામાં લાંબી બાંયનો શર્ટ અને જીન્સ પહેરેલ એક દાઢીવાળો માણસ ફાયરિંગ રાઈફલ પકડીને ફાયરિંગ કરી રહ્યો છે.
મોટી સંખ્યામાં જાનહાનિ
લેવિસ્ટનમાં સેન્ટ્રલ મેઈન મેડિકલ સેન્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું કે સામૂહિક જાનહાનિ થઈ છે. ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.લેવિસ્ટન એંડ્રોસ્કોગિન કાઉન્ટીનો એક ભાગ છે અને તે મેઈનના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડથી લગભગ 35 માઈલ (56 કિમી) ઉત્તરમાં આવેલું છે.
પોલીસે હુમલાખોરનો ફોટો જાહેર કર્યો છે
દરમિયાન, પોલીસે હુમલાખોરનો ફોટો જાહેર કર્યો છે અને તેને પકડવા માટે લોકોની મદદ માંગી છે. ફોટોમાં દેખાઈ રહ્યું છે કે ફુલ સ્લીવ શર્ટ અને જીન્સ પહેરેલ દાઢીવાળો હુમલાખોર રાઈફલ પકડીને ઝડપથી ફાયરિંગ કરતો જોવા મળે છે. લેવિસ્ટનમાં સેન્ટ્રલ મેઈન મેડિકલ સેન્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું કે સામૂહિક જાનહાનિ થઈ છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લોકોને ઘરમાં રહેવાની અપીલ
એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ અને તમામ વ્યવસાયોને તેમની સંસ્થાઓ બંધ કરવા અપીલ કરી રહ્યા છીએ.” મેઈન ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તાએ લોકોને તેમના ઘરના દરવાજા બંધ રાખીને રહેવા વિનંતી કરી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube