સુરતમાં એક જ પરિવારનો સામૂહિક આપઘાત: પતિએ પત્ની અને દીકરાને ઝેર પીવડાવી ગળેફાંસો ખાધો, પોલીસને ચિઠ્ઠી તથા વીડિયો મળ્યાં- જાણો વિગતે

Mass suicide of a family in Surat: સુરત શહેરમાં ફરી એકવાર હચમચાવતી સામુહિક આપઘાતની કરૂણ ઘટના સામે આવી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. પિતાએ પોતાના બાળક અને પત્નીને ઝેરી દવા આપી પોતે પણ ફાંસો ખાઈ આપઘાત(Mass suicide of a family in Surat) કર્યો છે. આ મામલે સ્થાનિક પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.

પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો
લીંબાયતમાં આવેલા રૂસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર A-56માં એક પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી તપાસ કરતા ત્રણ ડેડબોડી મળી આવી છે. જેમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી જીલા, તેની પત્ની નિર્મલ અને તેના 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે.

પિતાએ બાળક અને પત્નીને ઝેરી દવા આપી પોતે પણ ફાંસો ખાધો
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના લીંબાયત વિસ્તારમાં પરપ્રાંતિય પરિવાર રહેતું હતુ. જેમા પિતાએ બાળક અને પત્નીને કોઈ કારણોસર ઝેરી દવા પીવડાવી દીધી હતી. જે બાદ પિતાએ પણ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. જોકે, આ અંતિમ પગલા પાછળનું કોઇ કારણ હજી સામે આવ્યુ નથી. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કરૂણ સમાચારને કારણે આખા પંથકમાં શોકોનો માહોલ છવાઇ ગયો છે.

તેલગુ ભાષામાં એક વીડિયો મળી આવ્યો
મૃતકે તેલગુ ભાષામાં એક વીડિયો પણ છે. તેમજ ઘટના સ્થળ પરથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. જેથી તે પણ તપાસનો વિષય છે. હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સામુહિક આપઘાતના કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે લીંબાયતના રુસ્તમ પાર્કમાં સામૂહિક આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.