સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. સુરત શહેરને પ્રદુષણ મુક્ત બનાવવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલનો વપરાશ કરવા માટે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ સુરતીઓને વિનંતી કરી છે. ત્યારે આ દરમિયાન મેયર એક EV કારના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તક લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ત્યારે આ દરમિયાન સુરતના મેયર એવા હેમાલી બોઘાવાલાએ EV કારનું ચક્કર માર્યું હતું, પણ તેને ખબર નહોતી રહી કે પોતે ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરી રહ્યા છે. જેમાં તેમણે સિટબેલ્ટ વગર જ ફોર વ્હીલર ચલાવી હતી. કહીએ તો ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવ્યા હતા. જેનો વિડીયો અને ફોટો તેમના ફેસબુક પેજ પર મુક્યા છે. પરંતુ સિટબેલ્ટ પહેર્યા વગર ચલાવી રહેલ ફોર વ્હીલરનો વિડીયો હતો તે ડીલીટ કરી દેવામાં આવ્યો છે.
મેયર હેમાલી બોઘાવાલાએ શા માટે વિડીયો ડીલીટ કર્યો?
મેયર દ્વારા પોતે સિટબેલ્ટ વગર ફોર વ્હીલર ચલાવી રહ્યા હતા તે વિડીયો પણ થોડા સમય પેલા મુક્યો હતો. પરંતુ લોકોએ કોમેન્ટ કરી હતી કે, સામાન્ય જનતાને મળે છે મોટો દંડ- મેયરને કેટલો દંડ મળવો જોઈએ? શું નેતાઓને દંડ લાગુ ન પડે? આ પ્રકારની કોમેન્ટ આવતા તેમણે આ વિડીયોને તાત્કાલિક ડીલીટ કરી દીધો હતો.
ત્રિશુલ ન્યુઝ પૂછી રહ્યું છે સળગતા સવાલો:
સામાન્ય જનતાને મોટો દંડ મળે છે- તો મેયરને દંડ થશે કે નહિ?
શું નિયમો ફક્તને ફક્ત સામાન્ય જનતા માટે જ લાગુ પડે?
સતા પક્ષમાં હોવ તો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાનું ?
જો તમે સાચા છો તો મુકેલો વિડીયો ડીલીટ શા માટે કર્યો?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.