હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાંથી અવારનવાર ડ્રગ્સની હેરફેર થતી હોય એવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પાના આવી જ એક ઘટના સામે આવી રહી છે.વડોદરા એકસપ્રેસ હાઈવેની નજીક MD ડ્રગ્સની સાથે પકડાયેલ આરોપીઓની પુછપરછમાં ઘણાં ચોંકવનાર ખુલાસા થયા છે.
જેમાં સહજાદ તેજાબવાલા તથા ઇમરાન એહમદ અજમેરી મુંબઈનાં અફાફબાવા તેમજ એમના દીકરા ફિદાની પાસેથી લાવતા હતા.મુંબઈનાં ડ્રગ્સ ડિલર પિતા તથા દીકરાને કુલ 10 લાખ રૂપિયા ચુકવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. મુંબઈના ડ્રગ્સ ડિલરોની સાથે સહજાદ તેજાબવાલા હાલમાં જ બેઠકો કરી હતી.
MD ડ્રગ્સ મુંબઈથી લાવીને અમદાવાદમાં કુલ 1 ગ્રામની ઝીપર બેગની પડીકી બનાવીને પેડલરો મારફતે વેચાણ કરવામાં આવતુ હતુ. આરોપીઓને MD ડ્રગ્સનું વેચાણ કરવાં માટે મોટા માથાનું પીઠબળ હોય એ બાબતની તપાસ કરવામાં આવશે.આરોપીઓનાં મોબાઈલ નંબર મેળવી લીધા છે તેમજ એમના નંબરને આધારે કોલડિટેઈલ કાઢવામાં આવશે.
જેને આધારે ડ્રગ્સ માફિયા તથા મોટા પેડલરોની પણ તપાસ કરવામાં આવશે. ASI ફિરોઝ નાગોરીની સાથે અન્ય પોલીસ કર્મચારી અથવા તો સરકારી કર્મચારી સંકળાયેલ હોય એ બાબતની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.સહજાદ તેજાબવાલા તથા આરીફ ઉર્રેફ મુન્નો કાઝીની સાથે મળીને સંખ્યાબંધ વાર MD ડ્રગ્સ મુંબઈથી લાવીને વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા એક્સપ્રેસ ટોલપ્લાઝાની પાસે કુલ 1 કરોડની કિંમતનું MD ડ્રગ્સને લઇને આવતાં દાણીલીમડા પોલીસ સ્ટેશનનાં SHE ટીમના ઈન્ચાર્જ ASI, મુખ્ય આરોપી સહજાદ તેમજ ઇમરાન સહિત કુલ 5 શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સહેજાદ તેમજ ઇમરાન મુંબઇની સન હોટલમાં કુલ 1 કરોડનુ ડ્રગ્સ ખરીદીને અમદાવાદમાં વિવિધ સ્થળે પડીકી બનાવીને એનું વેચાણ કરતાં હતાં.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે, કુલ 9 માસ અગાઉ પણ ઈમરાન ઉર્ફે બાવા અજમેરી MD ડ્રગ્સના જ કેસમાં ઝડપાયો હતો. જેલમાં ગયા પછી એણે વચગાળાની જામીન મેળવ્યા હતાં. ત્યારપછી એણે બનાવટી કોરોના પોઝિટિવ રિપોર્ટ બનાવડાવીને જેલમાં હાજર થવામાંથી મુક્તિ મેળવી તથા એ જ સમયમાં તે ફરાર થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en