મેઘરાજાએ બે દિવસ વિરામ લીધા બાદ ફરી સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં ધમધમાવતા આજે દિવસના 12 કલાકમાં અડધો ઇંચથી લઇને 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. સુરત સિટીમાં એવરેજ બે ઇંચ વરસાદમાં ઉધના ઝોનમાં 3.5 ઇંચ વરસાદ ઝીંકાતા ગરનાળાઓમાં કમર સુધી પાણી ભરાઇ જવા પામ્યા હતા.
બે દિવસ મેઘરાજા આરામ ફરમાવી ફરી વરસવાનું ચાલુ કર્યુ છે.આજે સવારથી આકાશમાં કાળા ભમર વાદળો છવાવવાની સાથે વિજળીના ગડગડાટ સાથે વરસાદ તુટી પડયો હતો. સવારથી ચાલુ થયેલો વરસાદ સાંજ સુધી નહી થંભતા જનજીવનને ઊંડી અસર થઇ હતી. જિલ્લામાં સૌથી વધુ કામરેજમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. પલસાણા-મહુવામાં 4 ઇંચ પડ્યો છે.
આજે દિવસના સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામરેજમાં ૫ ઇંચ, પલસાણા, મહુવામાં ૪ ઇંચ સહિત સર્વત્ર વરસાદ નોંધાયો હતો. સરેરાશ ૨.૮ ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે ધોધમાર વરસાદના કારણે ખેતરોમાંથી પાણી ઉતર્યા નથી ત્યાં ફરી ભરાઇ જતા ખેતીપાકને નુક્સાનની ડરથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આજ રોજ સુરત સિટીમાં સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની બેટીંગથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. આજે સૌથી વધુ ઉધના ઝોનમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગરનાળાઓમાં કમર સુધી પાણઈ ભરાઇ ગયા હતા. નીચ વિસ્તારો તેમજ રોડ ઉપર પાણી ભરાતા મ્યુનિસિપલ તંત્ર દોડતું થઇ ગયું હતું. બીજી તરફ બે ખાડી ફરીથી ઓવરફ્લો થઇ જતા સ્થાનિક લોકોની સ્થિતિ ફરી કફોડી બની છે. લોકોના ઘરો માં પાણી ફરી વળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews