‘મમ્મી- પપ્પા મને માફ કરજો, I AM QUIT’ લખીને યુવક થયો ગાયબ- વ્યાજખોરોના ત્રાસથી કંટાળ્યો વડનગરનો યુવક

Young man missing in Mehsana: ગુજરાતમાં હજુ પણ વ્યાજખોરોનો ત્રાસ ચાલી રહ્યો છે.વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના ભૂતકાળમાં અનેક બનાવો બની ચૂક્યા છે.ત્યારે મહેસાણાના વડનગરમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવી રહ્યો છે.વ્યાજખોરોના ત્રાસથી વડનગરમાં રહેતો અને દરજી કામ કરીને પરિવારનું ગુજરાન(Young man missing in Mehsana) ચલાવતા યુવક ચિઠ્ઠી લખીને આપઘાત કરવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી ગુમ થઈ ગયો છે. ‘I AM QUIT’ સાથે ચિઠ્ઠી લખી યુવક ગુમ થઈ જતાં પરિવારજનો અને પોલીસ બંને દોડતા થયા છે.

વ્યાજખોરોના ત્રાસથી કંટાળ્યો વડનગરનો યુવક
મળતી માહિતી મુજબ, મહેસાણાના વડનગરમાં રહેતો હેમંત પ્રજાપતિ નામનો યુવક મૂળ દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા યુવક દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, મોડે સુધી યુવક ઘરે ન આવતા પરિવારના લોકો તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન દુકાન પણ બંધ જોવા મળી હતી. 2 દિવસ સુધી શોધખોળ કરવા છતાં તેનો કોઈ અત્તોપત્તો ન મળતા પરિવારજનોએ દુકાન ખોલી હતી.

I AM QUIT સાથે ચિઠ્ઠી લખી યુવાન ગાયબ થયો
દુકાનમાંથી ‘I AM QUIT’ લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખેલું હતું કે, ‘હું હેમંત પ્રજાપતિ વ્યાજખોરોના ત્રાસથી કંટાલીને આપઘાત કરવા જઈ રહ્યો છું, હાલ હું કોઈનું નામ નથી લખતો બે દિવસની અંદર બધાના નામ સાથે કાગળ કવર દ્વારા પોલીસ સ્ટેશનમાં પહોંચી જશે.’

‘મમ્મી-પપ્પા મને માફ કરજો’
તો ચિઠ્ઠીમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, ‘મહેરબાની કરીને મારી ફેમીલીને કોઈએ હેરાન કરવી નહી, બધાના નામ, નંબર સાથે પોલીસ સ્ટેશનમાં કવર પહોંચી જશે. મારી બોડી મળે પછી વીમાના પૈસા પાસ થાય એટલે બધાને આપવા. મમ્મી પપ્પા મને માફ કરજો, ભાઈ-ભાઈ મને માફ કરજો, પ્રિયંકા, દિયા માફ કરજો. માનસી, ખુશી તમારા કાકાને માફ કરજો.’

પોલીસે યુવકની હાથ ધરી શોધખોળ
દુકાનમાંથી ચિઠ્ઠી મળી આવ્યા પછી પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. પરિવારના લોકો દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ દ્વારા યુવકની શોખધોળ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *