એક તરફ કોરોના વાયરસ સમગ્ર રાજ્યમાં કાળો કહેર મચાવી રહ્યો છે, અને આતરફ ભારે વાવાઝોડું, વરસાદ, ભૂકંપ જેવી કુદરતી આફતો પણ વિશ્વને ડરાવી રહી છે. આજે ગુજરાત રાજ્ય માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે. આગાહી હજુ પણ એકથી બે દિવસમાં સ્પસ્ટ કરવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારી 28-29 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે, જ્યારે 30-31 મેના રોજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેસિવાય અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
એક બાજુ વરસાદની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. જેને લઈને હવામાન વિભાગ એક્શનમાં આવી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાં અંગે બે દિવસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. વરસાદની આગાહી વચ્ચે ગરમીનો પ્રકોપ ગુજરાતમાં યથાવત રહેશે. એટલું જ નહીં, અમદાવાદમાં આગામી 48 કલાક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પરંતુ હવામાન વિભાગે અનેક શહેરોમાં ઓરેન્જે એલર્ટ અને હિટવેવની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, કચ્છ, અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 48 કલાક ખુબ જ ભારે છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, આવનારા 48 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના કોઈ પણ ભાગમાં વરસાદની કોઈ શકયતા નથી. પણ 28 અને 29 મે દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે, જ્યારે 30 અને 31 મેંના રોજ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે કેમ તે માટે વિવિધ મોડેલનો અભ્યાસ કરાઈ રહ્યો છે. આગામી 2-3 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે.
ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે આ વાવાઝોડાંના કારણે 1થી 3 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની સંભાવાના સેવાઈ રહી છે. આ સિવાય રાજ્ય પર 6 જુને ટકરાઈ એવાં બીજા વાવાઝોડાંની પણ સંભાવના છે. આ વાવાઝોડું લક્ષદીપના ટાપુઓ પાસે સર્જાઈ રહ્યું છે. જે 31 મેથી શરૂ કરી બેગલુરૂ- ગોવા- મહારાષ્ટ્રના દરિયાકાંઠા થઈ ગુજરાત આવશે. જે પણ ગીર સોમનાથ જિલ્લામાં ટકરાઈ શકે છે.
ગુજરાતમાં 3જી જૂને વાવાઝોડું આવશે તો સૌરાષ્ટ્રના ગીર -સોમાનાથ જિલ્લામાં તેનું મુખ્ય કેન્દ્રબિદું હોઈ શકે છે. ગીર-સોમનાથી જિલ્લાના ગીર-ગઢડા ગામ અને ગીરનું જંગલ કેન્દ્રબિંદુ બનશે. આ સાથે આજુબાજુના પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં તેની વધુ અસર દેખાઈ શકે છે. વાવાઝોડાના સ્પીડ લગભગ 110 કિમી/કલાકની હોવાની સંભાવના સેવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news