હવામાન વિભાગની મોટી આગાહી- કાળા ડિબાંગ વાદળો સાથે આ વિસ્તારમાં જામશે વરસાદી માહોલ

ગુજરાત(Gujarat): રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલમાં ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ(Heavy rain) પડશે તેવી આગાહી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. ત્યારે, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદની શક્યતાઓ છે. સાથે જ આગામી 5 દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાય ચુક્યો છે. ત્યારે ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેરમાં અંધારપટ જેવો માહોલ છવાઈ ગયો છે. આખા શહેરના માથા પર કાળા ડિબાંગ વાદળ છવાયા છે, જેથી ગમે ત્યારે વરસાદ તૂટી પડે છે.

હવામાન વિભાગના કહ્યા અનુસાર, જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાત રાજ્ય પર જોવા મળશે. લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજથી આગામી બે દિવસ એટલે કે, શુક્રવાર સુધી વરસાદી માહોલ છવાયેલો જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *