હવામાન વિભાગની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં ફરી પડશે માવઠું- અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને જુઓ શું કહ્યું

ગુજરાત(Gujarat): રાજ્યમાં ફરી કમોસમી વરસાદ(Unseasonal Rain)ને લઈ હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા મોટી આગાહી(Rain forecast) કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં ગરમીમાં પણ વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી માહોલ જામશે. બીજી બાજુ આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેને લઈ 15 અને 16 એપ્રિલે શહેરનું તાપમાન 41ને પાર પહોંચી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, હવે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં વરસાદી માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા, કચ્છમાં વરસાદની શક્યતા સેવવામાં આવી છે.

મહત્વનું છે કે, હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં હવે ગરમીનો પારો પણ ખુબ જ વધી રહ્યો છે. આ દરમિયાન હવે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગરમીને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. જે મુજબ આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેને લઈ હવે 15 અને 16 એપ્રિલે શહેરનું તાપમાન 41ને પાર પહોંચી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ફરી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને પણ એક આગાહી કરવામાં આવી છે. 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં અવાયું છે. 15 એપ્રિલથી અમદાવાદમાં ગરમી વધવાની પ્રબળ શક્યતા છે.

અંબાલાલ પટેલ જણાવતા કહ્યું છે કે, એપ્રિલ મહિનામાં દેશના ઉત્તર પર્વતિય પ્રદેશોમાં, હિમાલયમાં જો ભારે હિમવર્ષા થશે અને મે મહિનો બરાબર ગરમ નહીં રહે તો વરસાદનું ગણિત બગડી શકે છે, પરંતુ બંગાળના ઉપસાગરમાં જોવા જઈએ તો 2 મેથી 15 જૂન વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના લીધે વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેવું પણ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *