હવામાન વિભાગની મોટી આગાહી- આ વિસ્તારમાં ધીમી ઘારે, તો અમુક જીલ્લામાં ખાબકશે ધોધમાર વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી અનુસાર, 10 દિવસના વિરામ બાદ નર્મદા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. બુધવારના રોજ મોડી રાત્રે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ જવા પામી છે. અરવલ્લીના ધનસુરા, માલપુર મેધરજના ગામડાના વિસ્તારોમાં ભારે વરસાદ(Rain forecast) ખાબક્યો છે.

જાણો શું કરી હવામાન વિભાગની આગાહી:
અમે તમને જણાવી દઈએ કે, 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દમણ, દાદરનગર હવેલી, સાબરકાંઠા, કચ્છ અને દિવમાં પણ વરસાદ વરસસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના 21 જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે, આગામી 4 દિવસ રાજયના વિવિધ જિલ્લાઓમાં ફક્ત હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે ઓગસ્ટ મહિના દરમિયાન ભારે વરસાદની સંભાવના ઓછી છે.

ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાક નુકસાની અંગે કૃષિ વિભાગ દ્વારા 8 જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને કચ્છ જિલ્લામાં હજુ પણ કામગીરી ચાલી રહી છે. ગુજરાતના 4000 ગામમાં ભારે વરસાદને લીધે પાકને નુકસાન થયું હતું. બુધવારના રોજ સાંજે કૃષિમંત્રી સર્વે બાબતે રિવ્યુ બેઠક પણ યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 9 જિલ્લાના કલેક્ટર રિપોર્ટ સોંપશે ત્યારબાદ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.

અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી હતી આગાહી:
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં 3 થી 4 તારીખ સુધી ભારે વરસાદ ખાબકશે. મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકશે. વલસાડ, નવસારી, સુરતમાં વરસાદથી તાપીના જળસ્તરમાં વધારો થઇ શકે છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. જેને લઈ મધ્ય, ઉત્તર ગુજરાતના વરસાદથી સાબરમતીનું જળસ્તરમાં વધારો થશે. તો વળી મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદાના જળસ્તર વધશે તેવા સંકેત પણ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *