ગુજરાતમાં ચોમાસા અંગે ના અત્યાર સુધીના મોટામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે . ચોમાસાને લઈને હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે(Ambalal Patel) આગાહી કરી દીધી છે કે હવે ટૂંક જ સમયમાં ગુજરાતમાં પુરજોશથી વરસાદ પડશે. અંબાલાલ પટેલ ની આગાહી અને સાંભળીને ખેડૂતો માં ખુશી નો માહોલ છવાઈ ગયો છે.
હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ ના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસુ વહેલુ આવવાની પૂરેપૂરી શક્યતા છે. ઉપરાંત તેઓએ કહ્યું છે કે આ વર્ષે ૨૦ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે. અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર જોવા જઈએ તો ભારત દેશમાં નૈઋત્યનું ચોમાસુ આવી ગયું છે.
જેથી આગામી પાંચ દિવસ સુધી કર્ણાટક અને કેરળના દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રોહિણી નક્ષત્ર થી વરસાદ કેવો થશે તેનો ખ્યાલ આવી જશે તેવું આંબાલાલ પટેલ નું કહેવું છે.
ઉપરાંત આંબાલાલ પટેલ નું કહેવું છે કે ગુજરાતમાં આ વર્ષે સારામાં સારો વરસાદ થશે જે ખેડૂતો માટે સારામાં સારા સમાચાર છે. તેઓનું કહેવું છે કે કેરળથી જેમ જેમ ચોમાસું નજીક આવતું જશે તેમ ગુજરાતમાં વરસાદ વધતો જશે અને આખા ગુજરાતમાં વરસાદ છવાય જશે
સુરતમાં ક્યારે આવશે વરસાદ?
અંબાલાલ પટેલ નું કહેવું છે કે સુરતમાં ૧૫મી જૂન આસપાસ વરસાદ આવી જશે. જ્યારે સુરતમાં પુરજોશથી વરસાદ આવશે ત્યારે ધીમે ધીમે આખા ગુજરાતમાં એટલે કે 20 જૂન ની આસપાસ આખા ગુજરાતમાં વરસાદ નું મોજુ ફરી વળશે.
નક્ષત્ર અનુસાર જોવા જઈએ તો પૂર્વ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. જેથી આ વર્ષે ચોમાસુ થોડું વહેલું આવવાની શક્યતા છે.