અંબાલાલ પટેલની ચોકાવનારી આગાહી: બંગાળની ખાડીમાં સર્જાશે ડીપ ડિપ્રેશન, નર્મદા-તાપી ડેમ થશે ઓવરફ્લો, દરિયાકિનારાના વિસ્તારો રહે ઍલર્ટ

Ambalal Patel Rain Forecast in Gujarat: ચોમાસું શરૂ થયા પછી અત્યાર સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ભારે હેત વરસાવી રહ્યું છે. અત્યાર સુધીમાં વરસાદના બે રાઉન્ડમાં રાજ્યમાં 43.77 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે(Ambalal Patel Rain Forecast in Gujarat) ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી પણ કરી છે.

બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે
રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આવાનારી તારીખ 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે,તારીખ 20 જુલાઈથી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા યથાવત છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે.

નર્મદા અને તાપી ડેમ છલકાઈ જશેઃ અંબાલાલ પટેલ
વરસાદના ત્રીજા રાઉન્ડમાં દરિયાકાંઠાના ભાગોમાં અતિભારે વરસાદ પડી શકી છે. ભારે થી અતિભારે વરસાદના કારણે નર્મદા અને તાપી ડેમ છલકાઈ જશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ડીપ ડિપ્રેશનના કારણે દેશના ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વરસાદના કારણે ઉત્તર ભારતની નદીઓની જળ સપાટીમાં પણ વધારો થશે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશામાં ભારે વરસાદ થશે.

ગંગા અને યમુના નદીનાં જળસ્તર વધવાની શક્યતા: અંબાલાલ પટેલ
આ બાબતે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ભારે વરસાદથી ગંગા અને યમુના નદીના જળસ્તર વધવાની શક્યતા છે. ઉત્તર ભારત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ રાજસ્થાન, યુપી, બિહાર સહિત પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *