ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કઈ ઋતુ ચાલી રહી છે તે નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે. વાત કરવામાં આવ તો એક સાથે બે ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જો વાત કરવામાં આવે તો માવઠા(Mawtha)ને કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ(Heavy rain)ને લીધે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે હવે ફરી ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા વરસાદ અને ગરમીને લઈને નવી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં જૂન મહિના સુધી માવઠાનો માહોલ રહેશે. અંબાલાલ પટેલે જણાવતા કહ્યુ છે કે, માત્ર કમોસમી વરસાદ જ નહી, પણ સાથે ગરમી પણ પડશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર માવઠાને કારણે આ વર્ષે કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.
અંબાલાલ પટેલે જણાવતા કહ્યું છે કે, રાજ્યમાં 31 માર્ચથી ફરી માવઠું થઈ શકે છે. તેમણે કહ્યું છે કે, પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠું થઈ શકે છે. એટલે કે આગામી ત્રણ દિવસ ગુજરાત માટે અતિભારે રહી શકે છે. ઘણા વિસ્તારોમાં આ દરમિયાન વરસાદ ખાબકી શકે છે. ત્યારપછી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પણ વાતાવરણ પલટાશે. ત્રણથી આઠ એપ્રિલ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. તો 8 એપ્રિલથી 14 એપ્રિલ સુધી કમોસમી વરસાદ સાથે કરા પડી શકે છે. એટલે કે ખેડૂતોએ આ સમય દરમિયાન પાકને સાચવીને રાખવો પડશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનવામાં આવે તો, 22 એપ્રિલના રોજ એટલે કે અખાત્રીજના દિવસે પણ માવઠું થઈ શકે છે. તેમણે કહ્યું છે કે, એપ્રિલ પછી મે મહિનામાં આંધી-વંટોળ આવી શકે છે. અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા કહ્યું કે, એપ્રિલના બીજા અઠવાડિયામાં ભારે ગરમી પડી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, માવઠાને કારણે ભારે ગરમી પડી શકે છે. અંબાલાલ પટેલના મતે આ વર્ષે માવઠાં પડવા છતાં ચોમાસા પર તેની કોઈ અસર જોવા મળશે નહી.
અંબાલાલ પટેલે આપેલી માહિતી અનુસાર 17 જૂન પછી રાજ્યમાં આંધી-વંટોળ સાથે વરસાદ ખાબકી શકે છે. એટલે કે રાજ્યમાં આ દરમિયાન ખેડૂતો માટે કપરો સમય રહેવાનો છે. માવઠાને કારણે તેમના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. જેને કારણે ખેડૂતોએ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.