Ambalal Patel’s forecast in Gujarat: ગુજરાતમાં હાલ મેઘરાજાએ મહેરબાની થઈ ચુક્યો છે. અને જોરદાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદના કારણે સામાન્ય જન જીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે, ઠેર ઠેર પાણી ભરાઈ ચુક્યા છે અને કેટલાક સ્થળો પર તો પૂર જેવી સ્થિતિ પણ વ્યાપી છે, ત્યારે હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ(Ambalal Patel’s forecast in Gujarat) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગ અનુસાર આવનાર ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની એક વધુ ધમાકેદાર બેટિંગની આગાહી કરી રહ્યા છે, તેમને જણાવ્યું મુજબ વરસાદનો વધુ એક રાઉન્ડ 15 જુલાઈ બાદ શરૂ થશે.
15થી 23 જુલાઈ દરમિયાન ધોધમાર વરસાદ
અંબાલાલના જણાવ્યા મુજબ આવનારી તારીખ 15થી લઈને 23 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પવન સાથે વરસાદ થઇ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તેમને જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે તો સાથે જ કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
આ નદીઓમાં આવશે પૂર
આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે અને નર્મદા, રૂપેણ અને તાપી નદીમાં પણ આંશિક પૂર આવવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલે એમ પણ જણાવ્યું છે કે તારીખ 11 પછી ગુજરાતમાં વરસાદની રાહત જોવા મળશે, પરંતુ તેના 4 જ દિવસ પછી ફરીથી વરસાદ આવી શકે છે અને તે 23 જુલાઈ સુધી એકધારો વરસાદ વરસશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube