ભારતીય નૌસેના અને ભારતની દરેક સેના દેશ માટે પોતાના જીવ જોખમમાં મુકીને પણ દેશની સેવા કરે છે. પોતે દિવસ-રાત પણ જોતા નથી અને 24 કલાક અને 7 દિવસ ફક્ત દેશ માટે જીવે છે. જો કોઈક દિવસ કોઈક સેનાના સિપાહીને કઈ થાય તો દરેક ભારત વાસીને દુઃખ પહોચે છે. ગોવામાં પણ એક ઘટના થઇ છે.
ગોવામાં ભારતીય નૌસેનાનુ મિગ 29 કે ફાઈટર જેટનો અકસ્માત થયો છે. આ વિમાને ઉડાન ભરી તેની થોડી જ મિનિટોમાં જ તુટી પડ્યુ હતુ. જોકે વિમાનમાં બેઠેલા બંને પાયલોટોએ પેરાશૂટ વડે કુદી પડ્યા અને પોતાનો જીવ બચાવ્યો હતો. મિગ 29 કેનુ આ ટ્રેઈનિંગ વર્ઝન વિમાન હતુ અને બંને પાયલોટ ટ્રેનિંગ મિશન પર હતા.
નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું છે કે, મિગ 29 કે ટ્રેનર વિમાનના એન્જિનમં આગ લાગવાથી વિમાનમાં થોડી ખામી સર્જાઈ હતી.પાયલોટ કેપ્ટન એમ શિયોખંડ અને લેફ્ટનન્ટ કમાન્ડર દીપક યાદવ સુરક્ષીત રીતે બહાર નિકળી ગયા હતા.
એવી પણ જાણકારી છે કે, વિમાન એક પક્ષી સાથે ટકરાયુ હતુ.તેના કારણે તેના એક એન્જિનમાં આગ લાગી ગઈ હતી.વિમાન ખુલ્લી જગ્યાએ તુટી પડ્યુ હોવાથી બીજી કોઈ જાનહાની પણ થઈ નથી.લોકોએ પેરાશૂટ વડે બે પાયલોટસને નીચે ઉતરતા જોયા હતા.
મિગ 29 કે ભારતના વિમાન વાહક યુધ્ધ જહાજ વિક્રમાદિત્ય પર તૈનાત રહે છે.આ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ મિગ 29નુ નેવલ વર્ઝન છે.મિગ 29 કે વિમાન વાહક જહાજ વિક્રમાદિત્ય પર ટેકઓફ અને લેન્ડિંગ કરે છે અને તેના પર જ તૈનાત રહે છે.જોકે દુર્ઘટનાગ્રસ્ત વિમાન ટ્રેનર વર્ઝન હોવાથી ગોવાના નેવલ બેઝ પર તૈનાત હતુ અને ત્યાંથી જ ઉડાન ભરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.