વતન પરત આવેલા નાગરિકોને સરકારે આઇસોલેશન માટે વ્યવસ્થા ન આપી તો રહેવું પડ્યું જંગલમાં

ઘરે પાછા ફરવું સાંભળીને જ એક સુખદ અનુભવ થાય છે. પોતાના ઘરે પાછા ફરવું કોને ન સારું લાગે.પરંતુ કોરોનાવાયરસ મહામારીએ સંબંધો સમાજ તમામ વસ્તુ ને બદલી નાખી દીધું છે. મજૂરો માટે સરકારી સુવિધા નથી મળી રહી. બિહારના શિવનગરમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો. ગામમાં મુંબઈ થી પગપાળા ચાલીને આવેલા પ્રવાસી મજૂરોએ પ્રશાસને isolation સેન્ટર મોકલવાની ના પાડી દીધી. પ્રશાસને આ લોકોને ઘરે જ આઈસોલેશન માં રહેવાની સલાહ આપી.

જ્યારે આ પ્રવાસી મજૂરો પોતાના ઘરે પહોંચ્યા તો તેના પરિવારજનોએ તેને ઘરમાં રાખવાની ના પાડી દીધી. એવામાં આ મજૂરો હવે જંગલમાં રહેવા માટે મજબૂર બન્યા છે. કાળઝાળ ગરમીમાં આ લોકોને નાના બાળકો સાથે ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.તેમ છતાં પ્રશાસન તેમની કોઈ સંભાળ નથી લઈ રહ્યું.

મામલે જ્યારે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો કોઈ વાત ન કરી. પ્રશાસન તેમની મદદ માટે તૈયાર નથી. તેમને બે સમયનું ખાવાનું પણ ઘણી મુશ્કેલીઓથી મળી રહ્યું છે.

સ્થાનિક સરપંચ પણ પ્રશાસનને આ મામલે જાણકારી આપી ચૂક્યા છે. તેમ છતાં કોઈ પણ આ લોકોની મદદ માટે આગળ નથી આવી રહ્યું. જંગલમાં વસવાટ કરી રહેલા નાના બાળકો સાથે આ લોકોને જંગલી જાનવરોનો પણ ભય રહે છે. હવામાન આ લોકો ડર વચ્ચે જીવન જીવવા માટે મજબૂર બન્યા છે.

મુંબઈ શહેર છોડી પોતાના ઘરે પાછા ફરેલા આ મજૂરો સાથે એવો વ્યવહાર કરવામાં આવશે એવી કોઈને ખબર ન હતી. તમામ અધિકારીઓએ પોતાની જવાબદારીથી મોઢું ફેરવી રહ્યા છે. કેમેરા આગળ કોઈ કશું બોલવા માટે તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *