સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાં છેતરપીંડીનાં કિસ્સા સતત વધી રહ્યા છે. ઉપરાંત, લોકોને અલગ અલગ FB એકાઉન્ટ મારફતે મિત્ર બનાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાના કિસ્સા ઘણા સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાંથી આમ જ છેતરપીંડી કરતી એક ભાઈ-બહેનની જોડી ઝડપી પાડવામાં આવી છે. કતારગામ પોલીસ દ્વારા આ ભાઈ બહેનની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત સહિત ગુજરાતમાં પણ મોટા બાયર કોલ સેન્ટરો ધમધમી રહ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે પહેલા તો આવા ફેક કોલ કે આઈડી ગુજરાત બહારથી ઓપરેટ થતા હતા પણ હવે તો ગુજરાતના મોટા શહેરમાં આવા સેન્ટરો શરૂ થતાં ગુજરાતમાં સામન્ય જનતાને લૂંટી રહ્યા છે.
આજકાલ જેટલા ગુના બની રહ્યા છે તેમાંથી મોટા ભાગના ગુનાઓ તો સોસીયલ મીડિયા મારફતે બનતા હોય છે. આવો એક કિસ્સો સુરતના કતારગામ વિસ્તારમાં સામે આવ્યો જેમાં કતારગામ પોલીસ દ્વારા લોકો સોસીયલ મીડિયાના મારફતે અલગ-અલગ એકાઉન્ટ બનવવીને લોકો સાથે છેતરપિંડી કરતા બીજા કોઈ નહિ પણ સગા ભાઈ બહેનની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, જેમાં ફ્રેન્ડશિપ ક્લબમાં જોડાવાની કતારગામના એક આધેડ પાસેથી વાતો કરીને એક મિટિંગ કરી હતી અને રૂપિયા ૧૦ હજાર મળશે તેમ કહી મેમ્બરશિપના નામે ટુકડે-ટુકડે ૭.૩૪ લાખ પડાવી લીધા હતા.
મળતી માહિતી મુજબ, પોલીસ પકડમાં ઉભેલા આ બંને ભાઈ બહેન શહેરના એક કોલ સેન્ટરમાં 30-30 હાજરના પગારમાં નોકરી કરતા હતા અને આવી રીતે લોકોને વાતોમાં ભોળવી કે બ્લેકમેલિંગ કરી રૂપિયા પડવાતા હતા. પહેલા તો અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ત્યાંના ગુનામાં બને ભાઈ પહેલની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ સુરતના કતારગામ વિસ્તારમાં પણ એક આધેડને પણ લાખોમાં શિકાર કર્યો છે.
જેના આધારે કતારગામ પોલીસ દ્વારા તે ગુનામાં ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત નહિ પણ ગુજરાતમાં મોટા પ્રમાણે આવા લોકોને છેતરવામાં કોલ સેન્ટરો ચાલી રહ્યા પહેલા તો બહારના રાજ્યોમાંથી આવા કોલ સેન્ટરો ચાલતા હતા પણ હવે તો સુરતના મહાનગરોમાં પણ આવા સેન્ટરો ધમધમી રહ્યા છે. આ દરમિયાન, હાલમાં તો કતારગામ પોલીસ દ્વારા સની પંકજ પારેખ, તેની બહેન નેહાની ધરપકડ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ બંને ભાઈ-બહેને સુરતમાં બીજા કેટલા લોકો સાથે છેતરપીંડી કરી છે તે અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.