ફેક એકાઉન્ટ બનાવી સુરતના એક વ્યક્તિ પાસે પડાવ્યા લાખો રૂપિયા- આ રીતે પકડાયા પતિ પત્ની

સોશિયલ મીડિયા ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી ફરિયાદી સાથે ફ્રેન્ડશીપ કરી મીઠી મીઠી વાતો કરી અને મારી માતા બીમાર છે જેવા વિવિધ અલગ-અલગ બહાના બનાવી લાખો રૂપિયા પડાવી લીધાની ઘટના સુરત શહેરમાં સામે આવી છે. સુરત શહેર સાયબર ક્રાઈમે ફેક એકાઉન્ટ બનાવી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર એક પતિ-પત્નીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

સાઇબર ક્રાઇમમાં પકડાયેલ આ પટેલ દંપતી મહેસાણા જિલ્લાના છે અને સુરતના એક વ્યક્તિ પાસે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી માતા બીમાર છે એમ કહીને ફરિયાદી પાસેથી 16,44,000 રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે ફરિયાદીએ આ ઘટના સુરત પોલીસ સ્ટેશનમાં નોંધાવી ત્યારે સુરત શહેર સાયબર ક્રાઇ મેં મહેસાણાના આ દંપતીને પકડી પડ્યા છે.

સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને કલમ ૪૦૬, ૪૧૯, ૪૨૦ તથા આઈટી એક્ટ કલમ 66 (સી), 66(ડી) આ મુજબનો ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ મહિલાએ ઓક્ટોબર 2019 થી ગુનો દાખલ થયો ત્યાં સુધી ફેસબુક પર નેહા પટેલ નામનો એકાઉન્ટ બનાવ્યું હતું.

નેહા પટેલ નામનું ફેક એકાઉન્ટ બનાવી આ પતિ પત્નીએ સુરતના ફરિયાદીને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને પોતાની ઓળખ નેહા પટેલ નામે કરી હતી. એકાઉન્ટ બનાવનાર મહિલાને પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી ફરિયાદી પાસે પૈસા માંગ્યા હતા. આ સાથે મહિલાએ પોતાની માતા બીમાર છે, એવા વિવિધ બહાનાં બતાવીને સુરતના ફરિયાદીને પોતાના વિશ્વાસમાં લીધો હતોઅને નેહા પટેલ નામેથી મોબાઈલ નંબર આપીને તેની સાથે વાત પણ કરી હતી. જેનાથી તે બન્નેની મિત્રતા સારી બને, જેના કારણે મહિલાને ફરિયાદી પાસેથી સારી એવી રકમ પ્રાપ્ત થઈ શકે.

નેહા પટેલ નામનું ફેક એકાઉન્ટ બનાવનાર મહિલાએ સુરતના આ ફરિયાદી પાસેથી બેંક ઓફ બરોડા ના એકાઉન્ટમાં 14,49,000 મંગાવ્યા હતા, સાથે સાથે કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટમાં 1,95,000 મળીને ટોટલ 16,44,000 ઓનલાઈન નેટ બેન્કિંગ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ જ્યારે સુરતના આ ફરિયાદી મહિલા પાસે પૈસા માંગ્યા ત્યારે તેને માલુમ પડ્યું કે મારી સાથે ફ્રોડ થઈ રહ્યો છે. આવું જણાતાં જ આ ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી.

સુરત સાઇબર ક્રાઇમ મહેસાણા જિલ્લાના એક દંપતીને પકડી પાડયા હતા. જેમણે સુરતના ફરિયાદી પાસેથી નેહા પટેલ નામના ફેસબુક ફેક આઇડીથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. સથલાસણા ગામના એક પટેલ પતિ-પત્નીએ આ ઘટનાને અંજામ આપવાનું સામે આવ્યું છે. નરેશભાઈ બાબુભાઈ પટેલ ઉંમર વર્ષ 40 અને તેમના ધર્મપત્ની હંસાબેન નરેશભાઈ પટેલ નું નામ સામે આવ્યું છે.

જ્યારે પોલીસે સદર આરોપીઓની પૂછપરછ કરી ત્યારે તેઓએ ફેસબુક પર નેહા પટેલ નામના ઘણા અલગ- અલગ ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટની મદદથી ઘણા લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હતા. અને પોતાની આ જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી રહ્યા હતા. સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બંને આરોપીઓને પકડી પાડયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *