શું સત્ય હંમેશા આંખોથી જોવામાં આવે છે? પરંતુ સત્ય એ છે કે તમારી આંખો પણ તમને ઘણી વખત છેતરી શકે છે. આ ફોટામાં દર્શાવવામાં આવેલ ફની ઓપ્ટિકલ ઈલ્યુઝન(Optical illusion) ચિત્ર છે. જેને જોઈને તમે પણ કહેશો કે દુનિયાની દરેક વસ્તુ ભ્રમ છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ મોહમાયા નથી વિજ્ઞાન છે. આ ફોટામાં તમે જ જુઓ અને સમજો કે આ દ્રષ્ટિકોણો પાછળ વિજ્ઞાન શું કામ કરી રહ્યું છે.
ઓપ્ટિકલ ઇલ્યુઝન અથવા વિઝ્યુઅલ ઇલ્યુઝન એ એવી સ્થિતિ છે જ્યારે તમારું મગજ તમારી આંખો દ્વારા મોકલવામાં આવેલ ઑબ્જેક્ટનું ચિત્ર તેના વાસ્તવિક સ્વરૂપથી કઈ અલગ જ રીતે જુએ છે. આ આભાસ ઑબ્જેક્ટના કદ, સ્થિતિ, ઝડપ, રંગ વગેરે વિશે હોઈ શકે છે. મુખ્યત્વે ત્રણ પ્રકારના આભાસ હોય છે. શારીરિક આભાસ, જ્ઞાનાત્મક આભાસ અને પેથોલોજીકલ આભાસ.
દ્રશ્ય ભ્રમણાનાં ઉદાહરણો: કેટલીકવાર તમે ઉનાળા દરમિયાન તપતા રસ્તા પર પાણી જોઈ શકો છો જ્યારે ત્યાં પાણી હાજર જોવા મળતું નથી. પાણી ભરેલા ગ્લાસમાં ચમચી મુકવામાં આવે તો તે બહારથી વાંકાચૂકા લાગે છે. તમે તમારા શાળાના દિવસોમાં આવા ઘણા પ્રયોગો કર્યા હશે. શું તમને હજી યાદ છે કે એ ભ્રમણા પાછળનું વિજ્ઞાન શું છે? આ ફોટામાં રમુજી ભ્રમણા છે જે તમને તમારી શાળાના દિવસની ભૌતિકશાસ્ત્રની પુસ્તક ખોલી શકે છે. જો તમારું મગજ વૈજ્ઞાનિક રીતે વિચારે છે.
1. આ ચિત્રમાં શું દર્શાવવામાં આવ્યું છે?
2. આ ફોટામાં છત ક્યાં છે?
3. આ કેવી રીતે શક્ય છે?
4. શું દેખાયું તમે આ ફોટામાં?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.