ક્રાઇમ સીરીઅલ લોકોના મગજ પર ખુબ નકારાત્મક અસર કરે છે અને ગુનો કરવા પ્રોત્સાહન આપે છે. આવી જ એક સીરીઅલ નો શિકાર બની બારડોલીની આ મહિલા એ રાજ્યના કેબિનેટ મંત્રીને ઈશ્વર પરમારને લેટર દ્વારા ધમકી આપી હતી. ધમકી 2 અલગ અલગ ચિઠ્ઠી દ્વારા અપાઈ હતી. જેમાં એક ચિઠ્ઠી કાર્યાલય પર અને બીજી ચિઠ્ઠી પરિચિત મિત્રના ઘરે ચિઠ્ઠીમાં લખી હતી. બદનામ, બદનક્ષી કરવાની ધમકી આપીને દોઢ કરોડની ખંડણી માંગી હતી.
મંત્રીના ક્લાર્કની ફરિયાદના પગલે બારડોલી પોલીસ હરકતમાં આવી હતી. બારડોલી પોલીસે સી.સી.ટીવીના આધારે ખંડણીખોર મહિલાની ઓળખ કરી. મહિલા બારડોલીની જ રહેવાસી નીકળી અને નામ પ્રવીણા મેસુરીયા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ મહિલાએ ચિઠ્ઠીમાં મંત્રી ઈશ્વર પરમારને બદનામ અને બદનક્ષી કરવાની ધમકી આપી દોઢ કરોડની ખંડણી માંગી હતી. સાથે સાથે મંત્રીના પરિવારને પણ જાન થી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ લેટર બૉમ્બ બાદ મંત્રીના ક્લાર્ક દ્વારા બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને બારડોલી પોલીસ હરકતમાં આવી હતી.
મંત્રીના કલાર્કની ફરિયાદ બાદ બારડોલી પોલીસે ટાઉનમાં અલગ અલગ સી.સી.ટીવી ફૂટેજ ચેક કરતા બારડોલીના શાંતિ નિકેતન વિસ્તારમાં સી.સી.ટીવી ચેક કરતા જે દ્રશ્ય બહાર આવ્યા, એ જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી. કેમકે બારડોલી ટાઉનમાં આનંદનગર સોસાયટીમાં રહેતી પ્રવીણા મેસુરીયા મંત્રીના મિત્ર ઘરે એક લેટર નાખતા સી.સી.ટીવી કેમેરામાં કેદ થઇ હતી.બસ આજ ફૂટેજ ગળાનો ગાળિયો બની ગયો. પોલીસે તાબડતોડ મહિલાની ધરપકડ કરી પૂછપરછ કરી અને બહાર આવી ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.