સુરત(Surat): તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિવસ(1st May Gujarat Sthapana Divas)ની પૂર્વ સંધ્યાએ સુરત પોલીસ દ્વારા ”નો-ડ્રગ્સ, સેફ, ફિટ & સ્માર્ટ સિટી”ના હેતુથી આયોજિત ‘નાઈટ મેરેથોન-2022(Night Marathon-2022)’ ને ગૃહ, રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) દ્વારા પીપલોદ વિસ્તાર સ્થિત ગોવર્ધન હવેલીથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ મેરેથોન રૂટમાં આવતા તમામ સર્કલોને અલગ અલગ પ્રકારની થીમ મુજબ સુશોભિત કરવામાં આવ્યા હતા. 5, 10 અને 21 કીલોમીટરના અંતરની મેરેથોન માટે અંદાજિત 40 હજારથી પણ વધુ સુરતી દોડવોરોએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
View this post on Instagram
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું:
આ દરમિયાન ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સુરતીઓ વિશ્વાસ, ઉમંગ અને શહેરને ડ્રગ્સ ફ્રી કરવાના સંકલ્પ સાથે દોડી રહ્યા છે. વિકાસ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને સ્વચ્છતામાં સુરતે દુનિયામાં પોતાની એક અનોખી અને આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે આગામી દિવસોમાં સ્પોર્ટ્સને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધા અને તાલીમ માટે 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં હતી.
પોલીસ કમિશનર અજય તોમરે જાણો શું કહ્યું:
આ મેરેથોન દોડ દરમિયાન પોલીસ કમિશનર અજય તોમરે જણાવતા કહ્યું હતું કે, સુરતવાસીઓની ઊર્જા અદ્ભૂત અને સંકલ્પની ભાવના ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. સુરત શહેર પોલીસ જનતાની સુરક્ષા અને સલામતી હરહંમેશ તત્પર છે. વધુમાં જણાવતાં તેમણે કહ્યું હતું કે, શહેરના તમામ યુવાઓને ડ્રગ્સની લતથી દુર રહી હમેશા ફીટ રહે.
ગુજરાત પોલીસને અપાયું ખાસ સન્માન:
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિનંતીથી ગુજરાત પોલીસને હજારોની મેદનીએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ગુજરાત પોલીસ સતત ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી કરીને ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરી રહી છે, તેમજ ઝડપી તપાસ અને ચાર્જશીટ સહિતની કાર્યવાહી કરીને દોષિતોને સજા અપાવી ફરિયાદીને ઝડપી ન્યાય અપાવી રહી છે. જેને લઇને ગૃહ રાજ્યમંત્રીની વિનંતીથી બે હાથ ઊંચા કરી પોત પોતાના સ્થાન પર મેરેથોનમાં હાજર સૌ કોઈએ ગુજરાત પોલીસને સલામ કરી હતી.
રાજકીય નેતાઓ, સામાજિક નેતાઓ અને ગાયક કલાકારોનો જમાવડો:
કેન્દ્રીય રેલવે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, મેયર હેમાલી બોઘાવાલા, મ્યુ. કમિશનર બંછાનિધી પાની, જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત મથુર સવાણી અને સવજી ધોળકિયા, સુરત શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, યુથ ફોર ગુજરાત પ્રેસિડેન્ટ જિગ્નેશ પાટીલ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, સુરતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ, વિખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ દવે, અને ઉત્સાહી દોડવીરો આ પ્રસંગે હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.