રાજકોટ(Rajkot): હાલ શહેરમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ટારઝન ધ વંડર કાર(Tarzan-The Wonder Car) ફિલ્મના દ્રશ્યો સર્જાયા છે. આ ફિલ્મમાં અજય દેવગણ (Ajay Devgn)ની આત્મા કાર ચલાવતી હોય તે પ્રકારના દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા. ત્યારે આ જ રીતે રાજકોટ જિલ્લામાં ટ્રેકટર(Tractor) આપો આપ દોડતું નજરે ચડ્યું હતું. તેમજ આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવૈયા ગામમાંથી આ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રેક્ટર આપમેળે ચાલુ થઈ ગયા બાદ રોડ પર આવેલા સહકારી મંડળી પાસે ફેન્સીંગ તેમજ પોલ સાથે અથડાઈને આપમેળે ઊભું રહી ગયું હતું. આ ઘટના હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. સાથે જ ઘટનાના CCTV પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram
આ ઘટના 26 ડિસેમ્બર 2022ના રોજ રાત્રિના 11:30 વાગ્યા આસપાસ બની હોવાનું સામે આવ્યું છે. તેમજ વાયરલ થઈ રહેલા CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ટ્રેક્ટરની ડ્રાઇવર સીટ પર કોઈપણ વ્યક્તિ બેઠેલી દેખાઈ નથી રહી. તેમ છતાં પણ ટ્રેક્ટર આપમેળે ચાલી રહ્યું છે. આ સિવાય ચોકાવનારી બાબત તો એ છે કે, આખરે ટ્રેક્ટર ચાલે છે કઈ રીતે? સાથે જ ટ્રેક્ટરને વળાંક લેવાનો છે તે પણ કઈ રીતે ખબર પડે છે. કારણ કે, જે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, તેમાં ટ્રેક્ટર વળાંક લેતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ત્યારે મૌવિયા ગામમાં ચમત્કારી બનાવ બન્યો છે કે, સમગ્ર ઘટના પાછળ કોઈ વ્યક્તિની સંડોવણી છે તે તપાસનો વિષય છે. આ ઘટના ગોંડલ તાલુકાના મવિયા ગામે પરાગ માર્બલ સામે યોગેશભાઈના ગેરેજની આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ ઘટનાને લઈને ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.