મિતુલ ત્રિવેદી કેસમાં વધુ એક પોલ ખુલ્લી પડી: UKની કેમ્બ્રિજ યુનિ.ના નામે બનાવી હતી બોગસ ડિગ્રી

Mitul Trivedi Case update:ચંદ્રયાન-3’ની ધૂળ ન ઉડે તેવી ડિઝાઇન બનાવ્યાનો દાવો કરી લોકોની આંખોમાં ધૂળ નાખનાર મિતુલ ત્રિવેદી ફરતે કાયદાનો સકંજો બરાબરનો ફસાયો છે. પોલીસ દ્વારા હાલ રિમાન્ડ હેઠળ રહેલા મિતુલ ત્રિવેદીની તપાસ કરવામાં આવી રહી છે. ડુપ્લિકેટ સર્ટિફિકેટના આધારે તથા પોતે વૈજ્ઞાનિક હોવાના દાવા કરીને સુરતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં લેક્ચર લેનાર મિતુલ ત્રિવેદીની તપાસ તેજ થઈ રહી છે. જ્યાં લેક્ચર મિતુલે લીધા હતાં. ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે.

SOG એ તપાસનો દૌર શરૂ કર્યો હતો. જેમાં ફેબુઆરી-2015નું યુ.કે.ની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજનું ડોક્ટર ઓફ ડિવિનીટી ઈન ક્વૉન્ટમ ફિઝીક્સ અને વેદાંત ડિગ્રીનું સર્ટિફિકેટ બોગસ(Mitul Trivedi Faked Degree) બનાવ્યું હોવાનું SOG ની તપાસમાં સામે આવ્યું છે. આ સર્ટિફિકેટ મિતુલ ત્રિવેદીએ મોબાઇલમાં બનાવ્યું હતું. આથી પોલીસે તેનો મોબાઇલ પણ કબજે લઈ એફએસએલમાં મોકલી આપ્યો છે.

મિતુલે પોતે વૈજ્ઞાનિક બની ઈસરો, નાસામાં કામ કરતો હોવાનું રટણ કરી નર્મદ યુનિવર્સિટીમાં વર્ષ 2021માં સાયન્સ ઈન વેદા-શાસ્ત્રનો સેમિનાર કર્યો હતો. આવી જ રીતે કેટલીક સ્કૂલમાં રૂપિયા લઈને મિતુલ ત્રિવેદીએ નાસા-ઈસરોના નામે સેમિનાર કરી વિદ્યાર્થીઓને ઉલ્લુ બનાવ્યા હતા. પોતાના શિક્ષક અર્જુન સરની આંખમાં ધૂળ નાખીને ત્રણ વર્ષ અગાઉ તેમની સ્કૂલમાં પણ સેમિનાર યોજ્યો હતો.(Mitul Trivedi Faked Degree)

SOG એ મિતુલ ત્રિવેદીની પૂછપરછ કરી જે જે જગ્યાઓ પર સેમિનાર કર્યા તેની વિગતો મેળવી સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં સેમિનારનું આયોજન કરનારને નોટિસ પાઠવી છે. 6 જણાને જવાબ લખાવવા નોટિસ અપાયાનું SOG ના સ્ટાફે જણાવ્યું છે. મિતુલના પિતા અને ભાઈને બોલાવાયા છે. મિતુલના પિતા રિટાયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જ્યારે ભાઈ પ્રાઇવેટ નોકરી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *