આપને સૌ જાણીએ છીએ કે, અવારનવાર મોબાઈલ ફાટવાની ઘટનાઓ સામે આવતી રહે છે અને મોબાઈલ ફાટવાનું મુખ્ય કારણ ચાર્જીંગમાં રાખીને ફોન ઘુમડવો. અવાર નવાર ફોન ફાટવાની ઘટના બનતા ઘણા લોકો મોતને ભેટી રહ્યા છે. જેને લઈને આપણે સૌએ કાળજી રાખવી ખુબ જ જરૂરી છે અને સાથે સાથે આપણા બાળકોને પણ સાવચેત રાખવાની ખુબ જ જરૂર છે.
આજ કાલના સમયમાં મોબાઇલ તો જાણે કે, લોકોની એક મહત્વની જરૂરિયાતમાંની એક બની ગઇ છે કારણ કે, લોકોને હવે એક સેકન્ડ પણ રહી શકતા નથી. એક સમય એવો પણ હતો. જયારે માતા-પિતા નાના નાના બાળકોને મોબાઇલથી દૂર રાખતા હતા અને તેમના બાળકને મોબાઇલ આપતા પણ નહોતા. પરંતુ આ સમયે તો કોઇ પણ નાનું બાળક હોય કે ગમે તેવા મોટા વ્યક્તિ હોય મોબાઈલ એક મહત્વની જરૂરિયાત ગણાઈ રહી છે. ઘણા લોકો તો મોબાઇલમાંને મોબાઈલમાં ખાવા-પીવાનું અને સૂવાનું તથા અન્ય કેટલાય કામો આપને પણ ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ આવા સંજોગોમાં મોબાઇલ કયારેક કોઇનો જીવ પણ લઇ શકે છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં મોબાઇલ ફાટવાને કારણે એક કિશોરીનું મૃત્યુ થયુ છે.
મોબાઇલ ફાટવાની ઘટના મહેસાણાની છે. બુુધવાારના રોજ સવારે બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે એક કિશોરી મોબાઇલને ચાર્જિંગમાં રાખીને વાત કરતી અને તે જ સમયે અચાનક મોબાઇલ ધડાકા સાથે ફાટ્યો અને કિશોરી ખુબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. કિશોરીના મૃત્યુને લીધે પરિવાર સહિત સમગ્ર ગામમાં શોક છવાઇ ગયો છે.
મળતી માહિતી અનુસાર, કિશોરીનું નામ શ્રદ્ધા હોવાનું સામે બહાર આવ્યું છે, જયારે આ ઘટનામાં કોઇ પણ કાર્યવાહી પરિવાર દ્વારા કરવામાં આવી નથી. આ પ્રકારની ઘટનાને લઇને સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે. તલાટી દ્વાારા ઘટના સ્થળનું પંચનામુ કરવામાં આવ્યું છે. આ ઘટના ઘટતા ઘરમાં રહેલ સૂકો ઘાસચારો પણ સળગી ઉઠ્યો હતો અને લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને માંડ માંડ આગને કાબૂમાં લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.