ભ્રષ્ટાચારમાં રચ્યાપચ્યા રહેતા અધિકારીઓની ભાન ઠેકાણે લાવવા માટે મોદી સરકારે શરૂ કરેલા અભિયાન અંતર્ગત સોમવારે ભ્રષ્ટાચાર અને અન્ય ગેરરીતિઓમાં વ્યસ્ત એવા બાવીસ કરવેરા અધિકારીને ફરજિયાત સેવાનિવૃત્ત કરી દેવાયાં છે. જીએસટી અને ઇમ્પોર્ટ ટેક્સ કલેક્શન પર નજર રાખતી સરકારી એજન્સી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેસિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ ભષ્ટાચાર અને અન્ય આરોપસર ફંડામેન્ટર રૂલ 56 અંતર્ગત સુપરિન્ટેન્ડેન્ટ રેન્કના બાવીસ અધિકારીઓને ફરજિયાત સેવાનિવૃત્તિ કર્યા છે.
ભષ્ટાચારી અધિકારીઓને પાણીચું આપવાની જૂન મહિનાથી શરૂ કરાયેલી કવાયતનો આ ત્રીજો રાઉન્ડ હતો. અગાઉ ડાયરેક્ટ ટેક્સ એજન્સી દ્વારા સીબીડીટીના 12 અને ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (આઇઆરએસ) ના 27 ઉચ્ચ અધિકારીઓને પાણીચું આપી દેવાયું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે ચોક્કસ સંખ્યામાં કર અધિકારીઓને ફરજિયાત સેવાનિવૃત્ત કરવાનું સાહસિક પગલું લીધું છે . અમે આ પ્રકારની વર્તણૂક સહન કરીશું નહી. સોમવારે ફરજિયાત સેવાનિવૃત્ત કરાયેલા અધિકારીઓમાં 11 નાગપુર અને ભોપાલ ઝોનના, ચેન્નઈ, દિલ્હી, કોલકાતા, મેરઠ અને ચંડીગઢના એક-એક અને મુંબઈ, જયપુર અને બેંગ્લોર ઝોનના બે-બે અધિકારીનો સમાવેશ થાય છે.
શું છે ફંડામેન્ટલ રૂલ 56 ?
સેન્ટ્રલ સિવિલ સર્વિસિઝ પેન્શન રૂલ્સ 1972 નો નિયમ 56 (જે સરકારને કર્મચારીની કામગીરીની સમયાતરે સમીક્ષા કરવાનો અને તેના આધારે જાહેર હિતમાં આ કર્મચારીને સેવામાં ચાલુ રાખવા કે નિવૃત્ત કરવાના અધિકાર આપે છે . આ નિયમોના આધારે કર્મચારી 50-55 ની આયુના થાય તે પહેલાં દર 6 મહિને તેમની કામગીરીની સમીક્ષા કરી શકાય છે, કરવિભાગના અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરી રહયાં છે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી દેશોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, કર વિભાગમાં રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તેમની સત્તાનો દુરુપયોગ કરીને કરદાતાઓને પરેશાન કરી રહ્યાં છે.
સેવાનિવૃત્ત કરાયેલા અધિકારી:
કે કે ઉઈડી : સુપ્રિન્ટેન્ડેન્ટ , ભોપાલ
એસ આર પરાતે : સુપ્રિન્ટેન્ડેન્ટ , ભોપાલ
કૈલાસ વર્મા: સુપ્રિન્ટેન્ડેન્ટ , ભોપાલ
કે સી માંડલ : સુપ્રિન્ટેન્ડેન્ટ , ભોપાલ
એમ એસ ડામોર : સુપ્રિન્ટેન્ડેન્ટ , ભોપાલ
આર એસ ગેમિય : સુપ્રિન્ટેન્ડેન્ટ , ભોપાલ
કિસોર પટેલ : સુપ્રિન્ટેન્ડેન્ટ , ભોપાલ
જે સી સોલંકી : સુપ્રિન્ટેન્ડેન્ટ , ભોપાલા
એસ કે મંડલ : સુપ્રિન્ટેન્ડેન્ટ , ભોપાલ
ગોવિંદ સમ માલવિત : સુપ્રિન્ટેન્ડેન્ટ
13 અધિકારીઓ પર ખંડણી અને દાણચોરીના ગંભીર આરોપ
13 અધિકારીઓ પર લાંચ લેવા, ખંડણી ઉઘરાવવા, દાણચોરી કરવા અને પુરાવા સાથે ચેડા કરવાના ગંભીર આરોપ મુકાયા છે. બેંગ્લોરના એક અધિકારી પર મોબાઇલ ફોન અને કોમ્યુટર પાસની દાણચોરી કરવાના આરોપ હતા . દિલ્હીના એક અધિકારી પર એક વ્યક્તિને દુબઈથી 1,200 ગ્રામ વજનના સોનાના 10 બારની દાણચોરીમાં મદદ કરવાનો આરોપ હતો .