મોટા સમાચાર: કેબીનેટ વિસ્તરણ પહેલા મોદી કેબિનેટમાં ધડાકો, એક સાથે 4 કેન્દ્રીય મંત્રીઓએ આપ્યું રાજીનામું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આજે સાંજે મોટા ફેરફાર થવાની સંભાવના છે. કેબિનેટના વિસ્તરણમાં ખરાબ નીવડી રહેલા અને ખરાબ દેખાવ કરનાર અનેક મંત્રીઓની હકાલપટ્ટી થઈ શકે છે. આગામી વર્ષે 5 રાજ્યોના ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવા ચહેરાઓને તક મળી શકે છે. કેન્દ્ર સરકારમાં હાલમાં 81 મંત્રીઓ બનાવી શકાય છે અને હાલમાં સરકાર પાસે માત્ર 53 મંત્રી છે એટલે કે ૨૮ મંત્રીઓનો આગામી સમયમાં સમાવેશ થઇ શકે છે. અડધો ડઝન કેબિનેટ મંત્રીઓ પાસે એક કરતાં પણ વધુ મંત્રાલયની જવાબદારી છે. આ મંત્રી ઉપર રહેલી જવાબદારીને ઘટાડવા માટે વડાપ્રધાન મોદી વિચારી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબીનેટનું વિસ્તરણ આજે સાંજે થશે. જેમાં આશરે 20 થી 22 મંત્રીઓ શપથ લઇ શકે છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આ મંત્રીઓની પદ માટેના શપથ લેવડાવશે.

મોટા સમાચાર મળી રહ્યા છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટના વિસ્તરણ પૂર્વે 4 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રમ મંત્રી સંતોષ ગંગવાર, શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંક, ખાતર મંત્રી સદાનંદ ગૌધ્ધા અને કેન્દ્રીય મંત્રી દેબોશ્રી ચૌધરીએ રાજીનામું આપ્યું છે.

જોવા જઈએ તો હાલમાં મોદી સરકારમાં 9 મંત્રી એવા છે જેમની પાસે એક કરતાં પણ વધુ વિભાગોની જવાબદારીઓ છે. જેમાં પ્રકાશ જાવડેકર ધર્મેન્દ્ર પ્રધાન, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, હર્ષવર્ધન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપસિંહ પૂરી શામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટમાં મોટો ફેરફાર થયો છે જેમાં ખરાબ દેખાવ કરનાર અનેક મંત્રીઓની હકાલ પટ્ટી પણ થઇ શકે તેવું જણાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેબિનેટના ૩૦થી ૩૫ ટકા ચહેરાઓ બદલાઈ શકે છે. જોવા જઈએ તો હાલમાં કેબિનેટમાં કુલ ૨૧ મંત્રી છે. તેમની સંખ્યામાં વધારો થઈ શકે છે.

આજે યોજાનારી મંત્રીમંડળના વિસ્તરણમાં અનુરાગ ઠાકુર, પુરષોત્તમ રૂપાલા અને જી કિશન રેડ્ડીને પ્રમોશન મળી શકે છે. આ મંત્રીઓને કેબિનેટ મંત્રીબનાવી શકાય છે, જે હાલમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *