સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માત મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બન્યા છે, જ્યારે પ્રહલાદ મોદી તેમની કાર લઇ બેંગલુરુથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા. મર્સિડીઝ બેંઝ કારમાં પ્રહલાદ મોદીનાં દીકરા, પુત્રવધૂ અને પૌત્ર પણ પ્રહલાદ મોદીની સાથે હતાં. આ અકસ્માતમાં પ્રહલાદ મોદી, તેમનાં પુત્રવધૂ અને પૌત્રને ગંભીર રીતે ઈજા પહોંચી છે, જ્યારે તેમના દીકરા અને ડ્રાઇવરને સામાન્ય ઈજા થઇ છે.
જાણવા મળ્યું છે કે, પ્રહલાદ મોદી ‘ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ અને કેરોસિન લાઇસન્સહોલ્ડર એસોસિયેશન’ ના અધ્યક્ષ પદે છે. વધુમાં જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશમાં બૈતુલ જિલ્લામાં એક સામાજિક કાર્યક્રમમાં સામેલ પ્રહલાદ મોદીએ પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન જણાવતા કહ્યું કે, ગુજરાત રાજ્યમાં મફતની લાલચ આપનારા લોકો આવે છે અને જતા રહે છે. ગુજરાત રાજ્યના લોકોએ આ લોકોને કહ્યું કે ગુજરાત લેનાર નથી, પણ આપનાર છે… આ કારણે ગુજરાતમાં જે ચુંટણી પરિણામો આવ્યાં છે, જે તમે જાણો જ છો.
પ્રહલાદ મોદીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, 2024માં પણ BJP જ સત્તામાં રહેશે અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ બનશે. પત્રકારોએ પ્રહલાદ મોદીને પૂછ્યું કે, શું મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મોડલને અપનાવવામાં આવશે? તેના પર જવાબ આપતાં પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, આ તો BJP ના હોદ્દેદારો જ કહી શકશે, અમે સર્વ સામાન્ય લોકો છીએ. વધુમાં તેમણે કહ્યું કે, મારા મતે, ગુજરાતના લોકો સમજીવિચારીને જ મત આપે છે. ગુજરાત અને મધ્યપ્રદેશના મુદ્દાઓ ઘણા અલગ છે.
અકસ્માત અંગે પ્રહલાદ મોદીના દીકરી સોનલ મોદીએ જણાવતા કહ્યું હતું કે, અમારી બે ગાડીને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત મૈસૂર પાસે થયો છે. દરેકની તબિયત સારી છે. અત્યારે ત્રણેય લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે. પુત્રવધૂને આંખ અને દાઢી પાસે ઈજા થઇ છે, અને મારા ભાઈને આંખના ભાગે ઈજાઓ થઇ છે. હાલ મારા પપ્પાની તબિયત પણ સારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.