એક તો પોતે ભૂલ કરી અને પાછળથી અમ્પાયર પર ભડક્યો સિરાજ, વિડીયો જોઈ કહેશો ભૂલ ખેલાડીની…

ભારત(India) અને દક્ષિણ આફ્રિકા(South Africa) વચ્ચેની રોમાંચક 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ(match) રવિવાર, 9 ઓક્ટોબરે રાંચીમાં રમાઈ રહી હતી. જ્યાં પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 279 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે અમુક અંશે સાચા પણ સાબિત થયા.

જોકે, સાઉથ આફ્રિકાની ઈનિંગની 48મી ઓવરમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પોતે ભૂલ કર્યા બાદ મેદાન પરના અમ્પાયર વીરેન્દ્ર શર્મા સાથે ઝઘડતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સિરાજની એમ્પાયર સાથે ઉગ્ર બોલચાલ:
હકીકતમાં, દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની 48મી ઓવર ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ફેંકી રહ્યો હતો. આ દરમિયાન સાઉથ આફ્રિકાની ઈનિંગ દરમિયાન 48મી ઓવરમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પોતે ભૂલ કર્યા પછી, ફિલ્ડ એમ્પાયર વિરેન્દ્ર શર્મા સાથે ઝગડો કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

સિરાજે 47.2 ઓવરમાં કેશવ મહારાજને બોલ ફેંક્યો હતો. આ દરમિયાન મહારાજ બોલ મારતાં ચૂકી ગયો. ત્યારે બોલ વિકેટકીપર સંજુ સેમસનના હાથમાં ગયો. સેમસને સિરાજ તરફ બોલ પાછો ફેંક્યો. સિરાજ બોલ કેચ કર્યા બાદ બોલિંગ કરવા જઈ રહ્યો હતો. એ જ સમયે નોન-સ્ટ્રાઈક છેડે ઊભેલા ડેવિડ મિલર ક્રીઝમાંથી થોડો બહાર આવ્યો હતો. આ જોઈને સિરાજે બોલ સ્ટંપ તરફ ફેંક્યો હતો.

ફિલ્ડર ન હોવાને કારણે બોલ બાઉન્ડરી પાર કરી ગયો. એમ્પાયર વિરેન્દ્ર શર્માએ આને બાયનો ચોગ્ગો ગણાવ્યો, અમ્પાયરના આ નિર્ણયથી તે ખૂબ જ નાખુશ હતો. જેને કારણે સિરાજ ગુસ્સે થયો અને એમ્પાયર સાથે તેની ઉગ્ર બોલચાલ થઈ. એ જ સમયે ટીમના કેપ્ટન શિખર ધવને આવીને દરમિયાનગીરી કરી હતી, જેને કારણે થોડો સમય મેચ રોકી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવન વચ્ચે આવીને બંને વચ્ચે મામલો થાળે પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *