કોરોનાવાયરસ દરમિયાન રોજ ની મજૂરી કરી જીવતા લોકોની મદદ માટે બોલિવૂડ કલાકાર સતત લોકોની મદદ કરી રહ્યા છે. આ વચ્ચે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને પણ 25000 રોજની મજુરી કરતા લોકોની મદદ કરવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં તેમણે લોકોની મદદ માટે તેમના બેંક ખાતામાં સીધા પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા.આ વાતની જાણકારી હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મનોજ શર્માએ સ્ક્રીનશોટ શેર કરી આપી છે.મનોજ શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ માંથી બેંક માંથી આવેલા મેસેજ નો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને મદદ માટે સલમાન ખાનનો ધન્યવાદ પણ વ્યક્ત કર્યો છે.
Dear @BeingSalmanKhan sir, unfortunately I have never get a chance to work with you , nor I am in your team but still you are doing the financial support for thousands of people who are working in film industry without knowing them. Can’t tell you how thankful we all for you ?? pic.twitter.com/vjXipdmRVE
— Manoj Sharma (@manojksharma2) April 27, 2020
મનોજ શર્માએ સલમાન ખાનને ધન્યવાદ કરતા લખ્યું કે ડીયર સલમાન ખાન દુર્ભાગ્યથી મને તમારી સાથે કામ કરવાનો અવસર ક્યારે મળ્યો નથી અને હું તમારી ટીમ માં પણ નથી,તેમ છતાં તમે એવા હજારો લોકોની જાણ્યા વગર તેમની આર્થિક મદદ કરી રહ્યા છો. જે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. હું કઈ શકું તેમ નથી કે તમારો આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરું. મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાન બીઇંગ હ્યુમન એનજીઓ મજૂરોના એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છે. પૈસા ટ્રાન્સફર કરવા ઉપરાંત સલમાન ખાનને લોકોને રાશન નો સામાન પહોંચાડી પણ મદદ કરી છે.
જણાવી દઈએ કે સલમાન ખાન કોરોનાવાયરસ પર સતત લોકોને જાગૃત કરવાની કોશિશ પણ કરી રહ્યા છે.તેઓ સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરી કાયમ લોકોને સતર્ક રહેવાની સલાહ આપે છે.એક્ટરના કામની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં જ ફિલ્મ રાધે મા નજર આવનાર છે.આ ફિલ્મમાં તેમની સાથે એક્ટ્રેસ દિશા પટણી અને રણદીપ હૂડા ની પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે.આમ તો સલમાન ખાનની આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થનારી હતી પરંતુ lockdown ને કારણે ફિલ્મની એડિટિંગ નું કામ રોકાયેલું છે જેનાથી ફિલ્મની રિલીઝ થવાની તારીખ મોડી થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news