દિલ્હીના અતિસંવેદનશીલ વિસ્તારના સાઉથ એવન્યુમાં કંઈક એવું થયું જેનાથી દરેક કોઈ હેરાન રહી ગયું. છ મેની સવારે એક વ્યક્તિ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં પૈસા કાઢવા માટે પહોંચ્યો. અંદર જતાં જ તેને માલુમ થયું કે એટીએમનો બહારનો ભાગ તૂટેલો છે. પોલીસ તરત ત્યાં પહોંચી. તેમણે સીસીટીવી ફૂટેજ જોઈ તો તેઓ પણ હેરાન રહી ગયા. Atm તોડનાર કોઈ માણસ નહીં પરંતુ એક વાંદરો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
બુધવારની સવારે જ્યારે વ્યક્તિએ તૂટેલું atm જોયું તો તેણે પોલીસને જાણકારી આપી. Vvip વિસ્તાર હોવાને કારણે પોલીસ ટૂંક સમયમાં જ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી.
તપાસ દરમિયાન તેમણે આસપાસના ઘણા લોકોને પૂછપરછ કરી પરંતુ કોઈને જાણકારી મળી નહીં. પોલીસને જ્યારે કોઇ પુરાવો ન મળ્યો તો તેણે એટીએમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા.
@DCPNewDelhi @DelhiPolice@ndtvindia
दिल्ली के साउथ एवेन्यू इलाके में बंदर ने तोड़ा स्टेट बैंक ऑफ इंडिया का एटीएम,एटीएम की सीसीटीवी फुटेज से पता चला,सुबह एक शख्स पैसे निकालने आया तो टूटा एटीएम देखकर पुलिस को कॉल किया,अब बाद में पता चला कि कारनामा बंदर का है pic.twitter.com/wCan6ynjk9— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) May 6, 2020
ફૂટેજમાં ખબર પડી કે વાંદરો atm રૂમમાં ઘુસી ગયો હતો. 5 મે ની રાત્રે વાંદરો રૂમમાં ઘુસી ગયો અને ઉછળ કુદ કરવા લાગ્યો. જેને લઇને એટીએમનો બહારનો ભાગ તૂટી ગયો..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news