ગુજરાત(Gujarat): ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં તેમજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આજુબાજુના વિસ્તારમાં ફેલાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)થી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત ભરમાં મોસમ જાણે મજાક કરી રહ્યું હોય તેમ માર્ચ મહિનામાં પણ અષાઢ મહિનાની જેમ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં ભરઉનાળે માવઠું(Mawtha) થઇ રહ્યું છે. માવઠાને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે, ત્યારે હવે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા ફરી કમોસમી વરસાદને લઈને એક મોટી આગાહી(Rain forecast) કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ ત્રણ દિવસ સુધી વરસાદ પડશે. આ સાથે જોરદાર પવન અને કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકશે.
મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગાંધીનગર અને મહેસાણામાં પણ હળવો વરસાદ ખાબકી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં આજે વાદળછાળું વાતાવરણ જોવા મળશે. આજે કડાકા ભડાકા સાથે અને વાવાઝોડા સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ તાપમાનમાં વધારો નહીં થાય, અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
જો વાત કરવામાં આવે તો રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રોનું કહેવું છે કે, પૂર્વ રાજસ્થાન અને તેને સંલગ્ન પશ્ચિમ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ રાજસ્થાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં ફેલાયેલા સાઇક્લોનિક સરક્યુલેશનના લીધે રાજ્યમાં હજુ વરસાદી માહોલ રહેવાનો છે. જેને કારણે જગતના તાત ખેડૂતની હાલત વધુ કફોડી બનવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.