Morbi Bridge Collapse: મોરબી (Morbi) માં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની ખુબજ મોટી દુર્ઘટના સર્જાય હતી આ દુર્ઘટનામાં લગભગ 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. ત્યારે 135થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની સાત દિવસની રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી જયસુખ પટેલને કોર્ટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયા છે. ત્યાર બીજી તરફ પોલીસે કોર્ટમાં વધુ રિમાન્ડની માંગણી વ્યક્ત કરી છે.
આજે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કોર્ટમાં જયસુખ પટેલના રિમાન્ડ દરમિયાન કઈ કઈ માહિતી બહાર આવી તે અંગે કઈ ફોલ્ટ પાડવામાં આવ્યો નથી. પરંતુ મોટો સવાલ એ છે કે, આ ઘટનામાં કોઈ પદાધિકારી કે અધિકારી જવાબદાર છે કે નહીં.
કોર્ટમાં જયસુખ પટેલે અગાઉ નિવેદન આપતા કહ્યું હતું કે, મોરબી બ્રિજ તૂટવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મને ખુબજ અફસોસ છે. મને વગદાર લોકોએ મોરબી બ્રિજની મરામત કરવાનું કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો મારો કોઈ ઈરાદો હતો નહી. આ કામ હેરિટેજ બચાવવા માટે હાથમાં લેવામાં અવાયું હતું.
ઉલ્લેખનીયતો એ છે કે, રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ સોમ્વામાં આવી છે. જયસુખ પટેલે કહ્યું કે, ઇજાગ્રસ્તો કે મૃતકોને વળતર ચૂકવવાથી હું કેસ કે અન્ય જવાબદારીઓ માંથી છટકી નહીં શકું. પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. તેને વધુમાં ઉમેર્યું કે, 135 લોકોના મોત થયાની ઘટના ખુબજ દુ:ખદ છે પરંતુ સ્વેચ્છાએ હું વળતર ચૂકવવા માગું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.