ગુજરાત(Gujarat): મોરબી દુર્ઘટના(Morbi Bridge collapsed)ના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા 9 પૈકી ચાર આરોપીઓ ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, પ્રકાશ પરમાર અને દેવાંગ પરમારના 5 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે અન્ય પાંચ આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જજ સમક્ષ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
FSL રિપોર્ટમાં થયા મોટા ધડાકા:
FSL રિપોર્ટમાં મોટા ધડાકા થયા છે. તેમા ઓરેવા કંપનીએ 29 લાખનો ફેબ્રિકેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. આ સિવાય DYSPએ નિવેદન આપતા જણાવ્યું કહ્યું હતું કે 2007 અને 2022માં મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ માટે ટેન્ડરીન્ગ પ્રક્રિયા શરુ ધરવામાં આવી હતી. મેન્ટેનન્સ રિપેરિંગના નામે માત્રને માત્ર પ્લેટફોર્મ બદલવામાં આવ્યા છે.
પેટા કોન્ટ્રાકટ પૈકીના 4 આરોપીઓ ટેકનીકલ ડિગ્રી ધરાવતા નથી કે ટેકનીકલ વસ્તુઓ જાણતા નથી તેમ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જે જે મુલાકાતીઓ પુલ પર જતાં હતા, તેમાં કોઈને પણ લાઈફ જેકેટ આપવામાં આવ્યા નહોતા. FSL રિપોર્ટમાં પણ અનેક મોટા ધડાકાઓ પણ થયા છે. જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો અને કાટ લાગેલો હોવાનું ખુલ્યું છે. કેબલનું કામ જો બરાબર થયું હોત તો આ ઘટના ના બની હોત.
તો બીજી બાજુ, FSL રિપોર્ટમાં પણ અનેક મોટા ખુલાસા થયા છે. જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો અને કાટ લાગેલો હતો તે પ્રકારનો મોટો ખુલાસો થયો છે. કેબલનું કામ જો બરાબર થયું હોત તો આ ઘટના ના બની હોત. તંત્રની મંજૂરી વગર જ બ્રિજ ઓરેવા કંપની દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.