ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા કે અન્ય કોઈ?- તમારા મતે કોણ હોવો જોઈએ AAPના CM પદનો ચહેરો?

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી(Assembly elections)ના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકીય પક્ષો ફૂલ જોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પછી તે ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી. જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી(AAP) દ્વારા જે દિવસે બપોરે જાહેરાત કરી હતી કે 4 નવેમ્બરે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવશે. તે જ સાંજે મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના ઘટી હતી. પરંતુ આ ઘટના વચ્ચે રાજકારણ એક તરફ મુકાઈ ગયું જે એક સારી બાબત કહી શકાય. આમ આદમી પાર્ટી દ્વારા ફોન નંબર અને ઇમેલ જાહેર કરવામાં આવ્યા હતા. જે નંબર અને ઇમેલ પર અભિપ્રાય આપીને લોકો જ મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરશે. હાલમાં તો આપ દ્વારા ગુજરાતની જનતા પાસે અભિપ્રાય મંગાવવામાં આવી રહ્યા છે. પરંતુ ત્રિશુલ ન્યુઝ તેના વાચક મિત્રો પાસેથી અભિપ્રાય જાણવા માંગે છે.

ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા કે અન્ય કોઈ?- તમારા મતે કોણ હોવો જોઈએ AAPના CM પદનો ચહેરો?

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ એલાન કરવાની જાહેરાત કરતા જ રાષ્ટ્રીય પાર્ટીઓનો પરસેવો છૂટી ગયો છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં ગુજરાતની પ્રજા માટે ત્રણ જાણીતા ચહેરા છે. એક ઈસુદાન ગઢવી(Isudan Gadhvi), બીજા અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) અને ત્રીજા ગોપાલ ઇટાલીયા(Gopal Italia). પરંતુ આ સિવાય અન્ય કોઈ ચહેરા હોઈ શકે તે અંગેની ચર્ચા પાનના ગલ્લા થી લઈને રાજકીય પાર્ટીઓના કાર્યાલયમાં થવા લાગી છે. આ ત્રણ ચહેરા સિવાય અન્ય કોઈ ચહેરો સામે આવી શકે તો આશ્વર્ય સર્જનારો પણ હોઈ શકે છે. પરંતુ ત્રિશૂલ ન્યુઝ દર્શક મિત્રોનો અભિપ્રાય જાણવા માંગે છે. કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય આપી શકો છો.

જો વાત કરવામાં આવે તો 2020 માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હતી. જેમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની જીત થઈ હતી. પરંતુ ડાયમંડ સિટી સુરતના પરિણામોએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા અને ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસ માટે વધુ એક મોટો ફટકો સાબિત થયો હતો. એટલે કે અહીંયા કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો અને આશ્વર્યજનક રીતે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ હતી. 120 બેઠકમાંથી 93 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને 27 બેઠક પર આપનો વિજય થયો હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ગઢમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી એ રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા હતા.

હાલમાં આમ આદમી પાર્ટી પાસે જુઓ તો ત્રણ જાણીતા ચહેરા છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી એ 73 જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ જો કે આ નામ એવા છે જેમાંથી કોઈ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર થાય તેવી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે. ત્યારે હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો કોણ હોઈ શકે છે તે અંગે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *