મોરબી(ગુજરાત): મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી ગૌસ્વામી નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાતનો લાઇવ વિડીયો જોવા મળ્યો હતો. આપઘાત કરતા પહેલા ખુદ મૃતક યુવાન કિશનભારથી ગૌસ્વામીએ ફેસબુક લાઈવ અને અન્ય સોશિયલ મીડિયામાં લાઈવ થઈને જણાવ્યું હતું કે, આ આપઘાત પાછળ પ્રેમલગ્ન જવાબદાર હતો અને લાઈવ થયા બાદ થોડાક જ સમયમાં તેને ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.
કિશનભારથી ગૌસ્વામીએ ફેસબુક ઉપર લાઈવ થઇ તેને જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે યુવતીનો ઉલ્લેખ કરી યુવતી, તેના માતા-પિતા અને યુવતીના માસી સહિતના લોકોનો ત્રાસ હોવાથી તે આપઘાત કરે છે. પોતાનો આ વિડીયો છેલ્લો હોવાનું અને ભગવાન હવે બીજા જનમમાં માનવ જિંદગી ન આપે તેવું જણાવ્યું હતું.
સાંજે પાંચ વાગ્યે કિશનભારથીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ અંગે અધિકારી વી.પી.છાસિયાએ જણાવ્યું હતું કે, એક મહિનાથી મૃતક યુવાનના પત્ની તેના પિતાના ઘરે ચાલ્યા ગયા છે અને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. જેમાં આજે મૃતકના પત્ની હાજર રહ્યા ન હોતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પત્નીને તેડવા છતાં ન આવતા યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જો કે હાલ એ ડિવિઝન પોલીસે આ બાબતે તપાસ શરુ કરી છે.
હવે મારાથી જીવાય એમ નથી મિતાલી. હું મરી જાવ પછી એકવાર મારી લાશ પર રોવા આવજે, મેં તને પ્રેમ કર્યો એના બદલામાં તારા માબાપે મારી જિંદગી લઈ લીધી. તારા માબાપે મને એટલી હદે હેરાન કર્યો હતો કે, મારે મરવું પડે છે. મારા ઘરમાં હું સૌનો લાડલો છું. બધાને એ આશાથી તારો સરખો પગાર છે તું અમારું દેવું લેવું પુરું કરી દઈશ. હું દરરોજ મરું છું. હું આજે કોર્ટમાં એટલે જ આવ્યો હતો કે તારો મને કઈક જવાબ મળે કઈ વાંધો નહીં મિતાલી બાય.
મારા માબાપને હેરાન કરીને તમે કોઈ કાર્યવાહી કરવા નહીં દો. હું મરી જાઈશ તો પણ કોઈ ફેર નહીં પડે. હું સોશયલ મીડિયામાં આ વિડીયો એટલે મૂકું છે કે, મારા માબાપને ન્યાય તો મળે. કોઈક તો એવો માણસ હશે કે, જે મારા માબાપનો સાથ આપશે. હું તારા ઘરે તને મળવા આવ્યો હતો તારા માબાપે તને રૂમમાં પુરૂ દીધી અને કહ્યું હતું કે, જા રોડ પર જઈને મરી જા. હવે હું એક જ દુવા કરીશ કે ભગવાન બીજીવાર મને માણસનો અવતાર ન આપે. બાય મિતાલી અલવિદા, હું જાવ છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.