સુરતમાં બ્રેઈનડેડથી મૃત્યુ પામનાર શૈલેશ હરિહર સિંઘના અંગદાનથી એકસાથે 4 લોકોને મળ્યું નવજીવન

સુરત(ગુજરાત): હાલમાં સુરતમાં અંગદાનના ઘણા કિસ્સા સામે આવે છે. સુરતના લોકો મરતા મરતા પોતાના અંગોનું  દાન આપીને અનેક લોકોનો જીવ બચાવી જતા હોય છે. આ…

સુરત(ગુજરાત): હાલમાં સુરતમાં અંગદાનના ઘણા કિસ્સા સામે આવે છે. સુરતના લોકો મરતા મરતા પોતાના અંગોનું  દાન આપીને અનેક લોકોનો જીવ બચાવી જતા હોય છે. આ દરમિયાન, એક સિક્યુરિટી જવાને મરતાં મરતાં હ્દય, કીડની અને લિવરનું દાન આપી ચાર લોકોને નવજીવન આપીને સમાજમાં માનવતાની મહેક ફેલાવી હતી.

મળતી માહિતી મુજબ, મૂળ ઝારખંડના રહેવાસી અને ONGCમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બ્રેઈનડેડ શૈલેશ હરિહર સિંઘના પરિવાર દ્વારા હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. શૈલેશ સિંઘને તા 9 જુલાઈના રોજ રોડ અકસ્માતમાં મગજમાં ગંભીર ઈજા થતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

થોડા દિવસ સારવાર લીધા બાદ તા.16 જુલાઈના રોજ ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કરતા તેની પત્ની સીમા અને તેના ભાઈઓ દ્વારા શૈલેશ સિંઘના અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરતથી અમદાવાદનું 285 કિ.મીનું અંતર મીનીટોમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ જામ ખંભાળિયાના રહેવાસી 22 વર્ષીય યુવકમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કર્યું હોવાનું જાણવા મળ્યું છે. શૈલેશ સિંઘનું હદય, બે કિડની અને લિવરનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરવામાં આવ્યું. જેના દ્વારા ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.

જાણવા મળ્યું છે કે, યુવક છેલ્લા બે વર્ષથી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી તેના હૃદયનું પમ્પીંગ 5% થી 10% જેટલું થઇ ગયું હતું. સુરતની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલથી અમદાવાદની હોસ્પિટલ સુધીનું 271 કિ.મિ રોડ માર્ગનું અંતર 240 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી 41 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદના ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જયારે દાનમાં મેળવવામાં આવેલી બે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની કે.ડી. હોસ્પીટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, હ્રદય, કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. સુરતની ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં છ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 3 હૃદય, 2 ફેફસાં, 12 કિડની, 6 લિવર અને 8 ચક્ષુઓ સહીત કુલ 31 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 30 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 163 લિવર, 8 પેન્ક્રીઆસ, 394 કિડની, 34 હૃદય, 294 ચક્ષુઓ અને 14 ફેફસાં કુલ 905 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 833 વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા પ્રાપ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *