મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને સરકારનો મોટો નિર્ણય, સાથે જ સહાયની રકમમાં કરાયો મોટો વધારો

ગુજરાત(Gujarat): મોરબી(Morbi Bridge collapsed)માં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની કાળજું કંપાવતી દુર્ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. મોરબીની દુર્ઘટનાને લઇને આખું રાજ્ય ધ્રુજી ઉઠ્યું હતું. જે દુર્ઘટનામાં 130થી વધુ લોકોના કરુણ મોત થયા હતાં સમગ્ર ઘટના અંગે સુપ્રિમ કોર્ટ(Supreme Court)માં પણ રિટ કરવામાં આવી હતી. ત્યારે હવે મોરબી દુર્ઘટમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્તોને વળતર આપવાનું હાઈકોર્ટ(High Court) દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં નાના બાળકો અને મહિલાઓના મોત થયા હતા. ત્યારે મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. ત્યારે હાઈકોર્ટમાં પણ આ ઘટનાને લઈને સુનાવણી ચાલી રહી છે. મોરબી નગર પાલિકા અને સરકાર દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યાં છે કે મોરબી નગર પાલિકાને વિસર્જિત કરવામાં આવશે.

મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવશે, એટલે કે વિસર્જન કરવામાં આવશે. જેમાં મોરબી નગરપાલિકાની ચૂંટાયેલી બોડીને હટાવી દેવામાં આવશે. તેમજ હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે, મૃતકોના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર ચુકવવામાં આવશે અને દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને રૂપિયા 1 લાખ ચુકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટબરના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 130થી વધુ લોકોના મોત થયા હતા. મોરબી નગરપાલિકાની લાપરવાહીના કારણે 130થી વધુ લોકો મોતના મુખમાં હોમાઇ જતાં આ દુર્ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ગણતરીના દિવસમાં જ તે તૂટી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *