મોરબી જીલ્લાના વાંકાનેરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાચા ચકચાર મચી છે. તો ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર સગીરા હોવાથી ભારે ચર્ચા જાગી છે. પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરની એક સગીર વયની બાળાને આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઈ વાટુકીયા રહે. ખડીપરા વાંકાનેર વાળાએ લલચાવી-ફોસલાવી બે વખત જાતીય સતામણી કરી હુમલો કરેલો તેમજ તેમનો મિત્ર હાર્દિક પ્રફુલભાઈ ધનેસરા રહે. ઉપલાપરા વાળાને આ વાત કરતાં આરોપી હાર્દિકે સગીર વયની બાળાને કહેલું કે તારે લાલા સાથે આડો સંબંધ છે તેની વાત બધાને કહી દઈશ એવી ધમકી આપી ભોગ બનનારને કહેલું કે તને ક્યાંક કામે રખાવી આપીશ એમ કહી આરોપી તુષાર રમેશભાઈ ધોરિયા રહે. રાજાવડલા રોડ વાળાને સાથે રાખી ભોગ બનનાર સગીર વયની બાળાને બંને આરોપીઓ ચોટીલા ખાતે લઈ ગયેલા.
ચોટીલામાં આ બંને આરોપીઓએ બાળકીનો ટીકટોક વિડીયો ઉતારી તથા બાદમાં આરોપી લાલાને આ વિડીયો વોટ્સએપના માધ્યમથી મોકલી તથા આરોપી હાર્દિકે ભોગ બનનાર બાળાને ધાકધમકી આપી બળાત્કાર કરી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો.
વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 376 (2) H.I.N. 114 તથા પોસ્કો એક્ટ કલમ 3 (એ), 4, 11 (5), 12, 16, 17 તથા આઈટી એક્ટ કલમ 66 (E), 67 મુજબ ફરિયાદ દાખલ કરી આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઇ એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા છે