ડેલ્ટા વેરિયન્ટનો હાહાકાર: આ જગ્યા પર દરરોજ નોંધાઈ રહ્યા છે 1 લાખથી વધુ કેસો, હોસ્પિટલો લાગી છલકાવવા

સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.

ત્યારે હવે ધીમે ધીમે બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આપણે સૌએ બેદરકારી દાખવવાની જરા પર જરૂર નથી, નહિતર આવનારા સમયમાં ખુબ જ મુશ્કેલીઓ વેઠવાનો સમય આવી શકે છે. ત્યારે હવે ત્રીજી લહેર પણ શરુ થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે અમેરિકામાં દરરોજના કોરોનાના કેસોમાં ખતરનાક ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ હવે ઉચ્પચ સપાટીએ પહોંચી ગયો છે. દેશમાં જુનના અત સુધીમાં રોજના 11,000 કેસો આવતા હતા જે હવે આ સંખ્યા વધીને રોજની 1,07,143 થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે, અમિરીકાને એક લાખ કેસનો આંકડો પાર કરવામાં અંદાજે નવ મહિના જેટલું લાગ્યું. જાન્યુઆરીથી શરુઆત સુધી કોરોનાના કેસો 2,50,000 પર પહોંચી ગયા હતા. જોવા જઈએ તો અમેરિકામાં 70 ટકા કરતા પણ વધારે લોકોનું વેક્સિનેશન થયું હોવા છતાં પણ કેસો વધી રહ્યાં છે. વેક્સિન ન લેનાર લોકોમાં આ વેરિયન્ટ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

કોરોનાના કેસો વધતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ખુબ જ વધારો થયો છે અને દર્દીઓને હોસ્પિટલોમાં બેડ મળવા ખુબ જ મુશ્કેલ મળી રહ્યા છે. હ્યુસ્ટનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોવિડ -19 ની નવી લહેરે આંતક મચાવી દીધો છે. શહેરના લોકો સારવાર મેળવવા માટે બહારના શહેરમાં જવાની જરૂર પડી રહી છે.

હ્યુસ્ટન ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને ઇએમએસ મેડિકલ ડિરેક્ટર ડેવિડ પર્સે જણાવતા કહ્યું હતું કે, કેટલાક એમ્બ્યુલન્સ કલાકો સુધી હ્યુસ્ટન વિસ્તારની હોસ્પિટલોમાં દર્દીઓ માટે રાહ જોતા હતા કારણ કે હોસ્પીટલમાં બેડ ઉપલબ્ધ નહોતી. મિઝોરીના ગવર્નર માઇક પાર્સને શુક્રવારે જાહેરાત કરી હતી કે, જો નજીકની હોસ્પિટલો ભરાય તો કોરોનાગ્રસ્ત દર્દીઓને અન્ય વિસ્તારોમાં ખસેડવા માટે 30 એમ્બ્યુલન્સ અને 60 થી વધુ તબીબી કર્મચારીઓને રાજ્યભરમાં તૈનાત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *