ગુજરાતમાં ‘AAP’ નું વધતું કદ: 14,000 થી વધુ સમર્થકો અને તેમના લીડર રહીમ રાહે પકડ્યું ‘આપ’ નું ઝાડું

ગુજરાત(Gujarat Election 2022): 33 જિલ્લા VCE(લાઈટ બીલ)ના કર્મચારીઓ, 14000થી વધુ સમર્થકો અને તેમના લીડર રહીમ રાહેના 1600 જેટલા લોકો આમ આદમી પાર્ટી(Aam Adami Party Gujarat)માં જોડાયા. લોક કલ્યાણના કામમાં યોગદાન આપવું હોય તો આમ આદમી પાર્ટી જ એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે: AAP

27 વર્ષથી સરકારથી ત્રસ્ત થયેલી જનતાએ હવે ગુજરાતમાં પરિવર્તન લાવવાનુ નક્કી કરી લીધું છે. સમગ્ર ગુજરાતને પરિવર્તન માટે હવે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ છે. ગુજરાતમાં જેટલા પણ લોકો જનતાની સેવા કરવા માંગે છે અને પોતાના સમય ફક્ત જનહિત માટે ફાળવવા માંગે છે,

તે લોકો દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે જો લોક કલ્યાણના કામમાં યોગદાન આપવું હોય તો આમ આદમી પાર્ટી જ એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. એટલે દરેક સમાજના લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

સૌને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણી ગુજરાતની જનતાનું ભાગ્ય અને ભવિષ્ય બંને બદલશે. ભાજપ સરકારની જનવિરોધી નીતિઓથી અને ખાસ કરીને કર્મચારી વિરોધી નીતિઓથી કંટાળીને આજ રોજ અમદાવાદમાં આવેલ પ્રદેશ કાર્યાલય પર પ્રદેશ મહિલા પ્રમુખ ગૌરીબેન દેસાઈની અધ્યક્ષતામાં ફ્રન્ટલ સંગઠન પ્રમુખ કિશોર ભાઈ દેસાઈના હસ્તે 33 જિલ્લા VCE(લાઈટ બીલ)ના કર્મચારીઓ,

14000થી વધુ સમર્થકો અને તેમના લીડર અને રહીમ રાહેના 1600 જેટલા લોકો આજે વિધિવત રીતે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં બાળકો માટે શાનદાર શાળા, મહિલાઓ માટે મુસાફરીની વ્યવસ્થા, ફ્રી વિજળીની સુવિધા લોકોને મળી રહી છે. તેનાથી પ્રભાવિત થઈને ગુજરાતમાં આજે લોકો આમ આદમી પાર્ટીને એક મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *